- Gujarati News
- Local
- Gujarat
- Patan
- People Of Sindhi Community Celebrated Chetichand In Siddpur, Devotees Felt Blessed By Offering Aarti To Lord At Jhulelal Temple.
પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

સિધ્ધપુર સિંધી સમાજના પ્રમુખ સહ આગેવાનોના આમંત્રણને માન આપી વિધાનસભા ચાલુ હોવા છતાં ચેટી ચાંદની પૂર્વ સંધ્યાએ આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ શુભ દીને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત રુદ્ર મહાલય પાસે ઝુલેલાલ ભગવાનના મંદિરે ભગવાનની આરતી ઉતારી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સર્વે સિંધી સમાજના ભાઈઓને શુભેચ્છા પાઠવી હતી.

સિધ્ધપુરના ઐતિહાસિક સ્થળ બાવાજીની વાડી સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં પારસ પીપળી પાસે ગોગા મહારાજના મંદિરે ચૈત્ર સુદ એકમના નવરાત્રીના પ્રથમ દિવસે પારસ પીપળી ગોગા મહારાજ ભક્ત મંડળ આયોજિત યજ્ઞ અને રમેલ (જાતર)ના ધાર્મિક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ઉપસ્થિત રહી મહાદેવ અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શંભુભાઈ દેસાઈ, કાનજીભાઈ દેસાઈ,મનીષભાઈ આચાર્ય, જશુભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, જે ડી પટેલ, ભરતભાઈ મોદી, કૌશલ જોશી, નિરંજનભાઈ ઠાકર, ચિન્કાભાઈ, હસમુખભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પંડ્યા,અજીતકુમાર ગુરુ, રણજીતભાઈ ચૌહાણ, કમલેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

