ભગવંતોના સામૈયા કરી લોકોએ દર્શનનો લાભ લીધો; ત્રણ પેજની પુસ્તક પર પ્રવચન આપવામાં આવ્યું | People took advantage of the darshan by worshiping the Lord; A lecture was given on a three-page book | Times Of Ahmedabad

મોરબી43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર પૂ.દીક્ષા દાનેશ્વરી શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી ટંકારા દેરાસર ખાતે પધાર્યા હતા. ટંકારા સંધની પુણ્યવંતી ધરા પર પધારી રહેલા સાધુ ભગવંતોના સામૈયા કરી દર્શનનો લાભ લોકોએ લીધો હતો. બપોર બાદ દેરાસર ખાતે વ્યાખ્યાન યોજાયું હતું. જેમા આચાર્ય ભગવંતે જિંદગી નામના પુસ્તક પર પ્રવચન આપ્યું હતું. જેમા જણાવ્યું હતું કે, ત્રણ પાનાની ચોપડીમાં બે પાના લખેલા છે અને એક જ પાનું કોરૂ છે. એમાં લિટા કરી બરબાદ ન કરતા પરંતુ રંગબેરંગી ચિત્રો બનાવી મોક્ષ માર્ગને મોકળો કરજો. આચાર્યએ જીવનમાં નમ્રતા, સરળતા અને સહિષ્ણુતા લાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ટંકારાના પ્રબુદ્ધો જ્યારે દર્શને આવ્યા હતા ત્યારે ઉપાશ્રયની જાળવણી માટે સક્ષમ યુવાનોને જાત મહેનતથી કરેલ સાફ સફાઈને ગુરૂ ભંગવતોની ખરી ભક્તિ ગણાવી હતી. માટે જ્યાં પણ ધર્મ સ્થાનો આવેલા છે ત્યાં દરેક યુવાનોને આ કાર્ય માટે આગળ આવવું જોઈએ તેવો સૂચન કરવામાં આવ્યું હતું. દેરાસરથી વિહાર કરતાં પહેલા ગુરુદેવની પ્રબળ ભાવના કરુણા થકી 150 વર્ષ જૂની ટંકારા પાંજરાપોળમાં પધારી અબોલ જીવોને સુખ ઉપજવવા આહવાન કર્યું હતું. તેમણે જીવદયાની પ્રવૃતિને પણ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post