નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં અવાર નવાર અલગ અલગ કેમ્પનું આયોજન થાય છે. જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો લાભ લેતા આવ્યા છે. માટે આગામી દિવસોમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંખના મોતિયાની તપાસ તેમજ ડાયાબિટીસ અને હાઇપરટેંશન તપાસ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરેલું છે. જેનો નર્મદા જિલ્લાની તમામ જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે.

આંખના મોતિયાની તપાસ માટે તા.13 માર્ચ સમય સવારે 9થી બપોરે 2 કલાક સુધી કેમ્પ યોજાશે. ડાયાબિટીસ અને હાઇપરટેંશનની તપાસ માટે તા. 20 માર્ચ સમય સવારે 9થી બપોરે 2 કલાક સુધી કેમ્પ યોજાશે. કેમ્પનું સ્થળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ અર્બન પોલિક્લીનીક, જુની સિવિલ હોસ્પિટલ રાજપીપળા, જિ. નર્મદા. ખાતે રાખવામાં આવ્યું છે. જોકે આ કેમ્પમાં PMJAY કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. જેથી તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાનું રહેશે.
No comments:
Post a Comment