નકલી PMO ઓફિસર કિરણ પટેલ પોપટ રાખતો, ઘરમાં 4 લાખ અને 70 હજારના પેરોટની પેર રાખતો | Fake PMO officer Kiran Patel used to keep parrots, 4 lakhs and 70 thousand pairs of parrots at home | Times Of Ahmedabad

અમદાવાદ33 મિનિટ પહેલા

જમ્મુ-કાશ્મીરમાં પકડાયેલા મહાઠગ કિરણ પટેલની નકલી PMOના અધિકારી બન્યા બાદ હાઈ સિક્યુરિટી મેળવી હતી. કિરણ પટેલની ધરપકડ બાદ એક બાદ એક અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. કિરણ પટેલ શરૂઆતથી જ હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ જીવતો હતો, ત્યારે કિરણ પટેલે પોતાના ઘોડાસર ખાતેના ઘરમાં લાખો રૂપિયાના વિદેશી પોપટ પણ રાખ્યા હતા. આ ઉપરાંત ઘરમાં કાચબા પણ રાખતો હતો.

કિરણ લોકોને મોંઘીદાટ કાર, મોબાઈલ બતાવતો
કિરણ પટેલે એક નહીં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. કિરણ પટેલ વિરુદ્ધમાં અમદાવાદમાં પણ ફરિયાદ થઈ ચૂકી છે. લોકોને ઠગીને કિરણ પટેલ હાઈ પ્રોફાઈલ લાઈફ જીવતો હતો. કિરણ પટેલ BMW કારમાં ફરતો હતો. આ ઉપરાંત પોતે હાઈ પ્રોફાઈલ હોવાનું લોકોને બતાવવા 2 આઈફોન પણ રાખતો હતો. ત્યારે તેના ઘરમાં પણ અલગ જ રોનક દેખાતી હતી. ઘરની બહાર હીંચકો રાખ્યો હતો તથા ઘરની બહાર મોંઘી ગાડી પણ પાર્ક કરેલી હતી.

વૈભવી લાઈફ સ્ટાઈલ માટે વિદેશી પક્ષીઓ રાખતો
કિરણ પટેલ પોતે ધનિક અને મોટો વ્યક્તિ હોવાનું બતાવવા ઘરમાં પણ લાખો રૂપિયાનાં વિદેશી પક્ષી રાખતો હતો. કિરણ પટેલના ઘરે સફેદ કોકાટુ, આફ્રિકન ગ્રે અને કોકાટીલ નામના 3 અલગ અલગ પક્ષીઓ હતાં. જેમાં કોકાટુની પેર જ 4 લાખની રૂપિયાની છે. આફ્રિકન ગ્રે એક પક્ષી 70,000 રૂપિયાથી શરૂ થાય છે અને કોકાટીલ 5000 રૂપિયા સુધીમાં મળે છે. આ તમામ પક્ષીઓ કિરણ પટેલ પોતાના ઘરમાં રાખતો હતો. જે પોતાની અલગ ઓળખ બતાવવા રાખતો હતો.

કિરણના ઘરમાં ઓસ્ટ્રેલિયન, આફ્રિકન પોપટ અને કાચબો
આ તમામ પક્ષીઓને રાખવાનો ખર્ચ પણ ખૂબ જ હોય છે. ઉપરાંત આ પક્ષીઓ સરળતાથી મળતાં નથી. કારણ કે, સફેદ કોકાટુ મૂળ ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. આફ્રિકન ગ્રે પોપટ અને દક્ષિણ અને મધ્ય આફ્રિકાનું છે. કોકાટીલ પોપટ પણ મૂળ ઓસ્ટ્રેલિયાનો છે. આ પક્ષીઓ તેમના બ્રિડર પાસે અને ઓર્ડર દ્વારા મંગાવવામાં આવે છે. આ ઉપરાંત કિરણ પટેલ પોતાના ઘરમાં સ્ટારવાળો જમીનનો કાચબો પણ રાખે છે.

અન્ય સમાચારો પણ છે…