- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Even After The Knee Operation In Surat Hospital, The Operation Was Performed With A Technique That Allowed The Patient To Turn The Bed
સુરત27 મિનિટ પહેલા
- કૉપી લિંક
હોસ્પિટલના તબીબો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
સુરતમાં ટેક્સપ્લાસ્ટી એ વિટામીન ઇ પોલી સાથે પાર્શીયલની રિપ્લેસમેન્ટ સર્જરીનો નવો પ્રકાર છે. દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર આ સર્જરી કરવામાં આવી હતી. શેલ્બીના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મનુ શર્મા દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. ટેક્સપ્લાસ્ટી એની રિપ્લેસમેન્ટની એક ટેક્નિક છે. પરંપરાગત પાર્શીયલની રિપ્લેસમેન્ટ સર્જરીની તુલનામાં તેના વિશિષ્ટ ફાયદા છે. પરંપરાગત પાર્શીયલની રિપ્લેસમેન્ટ યુનિકમ્પાર્ટમેન્ટલ ની રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડીલર ની રિપ્લેસમેન્ટ અને માઇક્રોપ્લાસ્ટી જેવા વિવિધ નામો દ્વારા ઓળખાય છે.
શું છે ટેક્નિક ?
ટેક્સપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતા વિટામીન ઇ પોલી જોઈન્ટ ઈમ્પ્લાન્ટના આયુષ્યમાં ઘણો વધારો કરે છે. કારણ કે તેમાં ધસારાનો દર બહુ ઓછો હોય છે. ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હોય અને તેના રિપ્લેસમેન્ટની જરૂર પડે ત્યારે ટેક્સપ્લાસ્ટી એ આદર્શ સર્જરી છે. તે પાર્શીયલ (આંશિક) ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીનો એકમાત્ર પ્રકાર છે જે ભારતમાં વિટામિન ઇ પોલીનો ઉપયોગ કરે છે.
એડવાન્સ ટેક્નોલોજી વિકસાવાઈ
60 વર્ષના દર્દી સવિતાબેન કોરીંગાનો કેસ એ ટેક્સપ્લાસ્ટી માટે એક આદર્શ કેસ હતો. કારણ કે તેમને ડાબા ઘૂંટણના માત્ર એક ભાગને નુકસાન થયું હતું. શેલ્બી હોસ્પિટલ્સના સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. મનુ શર્માએ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ટેક્સપ્લાસ્ટી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, “સવિતાબેનના ઘૂંટણને મર્યાદિત નુકસાન થયું હતું અને તેથી અમે તેમના કેસમાં ટેક્સપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું હતું. ટેક્સપ્લાસ્ટીમાં તાહો યુનિકોન્ડીલરની સિસ્ટમ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે. તેને વિસ્તૃત રિસર્ચ અને ડેવલપમેન્ટના પ્રયાસોથી શેલ્બી એડવાન્સ ટેક્નોલોજીના ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિકસાવવામાં આવ્યું હતું.
નુકસાન વગર હાડકાને સાચવે છે
શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. સુપ્રિયો સરકારે જણાવ્યું કે, ઘૂંટણનો અસ્થિવા (ની ઓસ્ટીયોઆર્થરાઇટિસ) એ ઘૂંટણના સાંધા થયેલા નુકસાનનું સૌથી સામાન્ય કારણ છે. ઑસ્ટિઓઆર્થરાઇટિસના ગંભીર કેસોમાં ઘૂંટણના સંપૂર્ણ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે, જ્યારે મધ્યમ કિસ્સામાં આંશિક ઘૂંટણ રિપ્લેસ કરવામાં આવે છે. ટસપ્લાસ્ટી એ એવા લોકો માટે એક આદર્શ સર્જરી છે જેમને પાર્શીયલ ની રિપ્લેસમેન્ટ ની જરૂર છે કારણ કે તે વિટામીન ઇ પોલીના ઉપયોગથી લાંબું આયુષ્ય આપે છે. આ ઉપરાંત, તે નુકસાન વગરના હાડકાને પણ સાચવે છે.