Monday, March 13, 2023

અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલા આઇસર સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા | Police nabbed two persons with an icer full of foreign liquor from Amirgarh check post | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશ કરતા વિદેશી દારૂ ભરેલ આયશર ટ્રક ની સાથે વિદેશી દારૂ લઈ જનાર બે ઇસમો ની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબ્જે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પી આઈ એમ એન બારોટ ચેકપોસ્ટ પર રૂટિન વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાન ની તરફથી આયશર ટ્રક પર સક જતા તેને પોલીસ બેરિયલ પર રોકાવી ટ્રકમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ તથા બિયર ની પેટીઓ નંગ 145 ભરેલ હતી જેથી પોલીસે કાર્યવાહી કરતા ટ્રક માં સવાર અને વિદેશી દારૂ કોઈપણ પ્રકારના પાસ પરમીટ વિના ગુજરાતમાં લઈ જનાર જશવંતસિંહ બળવંતસિંહ સિંઘ અને રવિ બજેન્દ્રસિંહ સિંહ બંને રહે અબોહર તા કાજીલકા પંજાબ વાળને પકડી પૂછ પરછ કરતા તેઓને વિદેશી દારૂ આપનાર વિકાસ કુંભાર રહે ફતિયાબાડ હરિયાણા વાળા ઉપર ગુનો નોધી વિદેશી દારૂ ની પેટી 145 ની જેની કિંમત 4 લાખ 96 હજાર 380 એમ કુલ મુદ્દામાલ 997380 નો કબજે લઈ આગળ ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…