હાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની તડામાર તૈયારીઓ; ભવ્ય શોભાયાત્રાનું આયોજન | Preparations in full swing for Prabhu Sri Ramachandraji's birth festival by Halol Ramnavami Utsav Samiti; Organizing a grand procession | Times Of Ahmedabad

હાલોલએક કલાક પહેલા

  • કૉપી લિંક

હાલોલ નગરમાં પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલોલ રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલા રામ જન્મોત્સવના ભવ્ય આયોજનની લગભગ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કંજરી રામજી મંદિર ખાતે ભગવાનનો રથ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આખા નગરમાં રોશની કરવામાં આવી છે, ઠેર ઠેર કેસરીધ્વજ લગાવવામાં આવી રહ્યા છે.

અવતી કાલે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ રામનવમીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવશે. ત્યારે હાલોલ રામનવમી ઉત્સવ સમિતિના સભ્યો પણ આ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે તે માટે એક અઠવાડિયાથી શહેરને રોશનીથી શણગારવાની કામગીરીમાં જોતારાયા છે. હાલોલ નગરના કંજરી રોડ ઉપર, વડોદરા, ગોધરા, સહિતના તમામ મુખ્ય માર્ગો રોશનીથી ઝળહળતા કરવાની કામગીરી સાથે નગરમાં ઠેર-ઠેર ભાગવા ધ્વજ અને તોરણો લગાવવમાં આવી રહ્યા છે.

રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા નગરજનો સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે કંજરી રામજી મંદિરે ભગવાનની મહાપૂજા કરવામાં આવશે. અને સાંજે ચાર કલાકે ગોધરા રોડ પર આવેલી વીએમ સ્કૂલ ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સાંજે પુનઃ કંજરી પહોંચી ત્યાં રામેશ્વર મહાદેવ મંદિરે રાત્રે મહાઆરતી કરવામાં આવશે. બપોરે ચાર વાગ્યે નિકળનારી પ્રભુ શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા આકર્ષક સાઉન્ડ, અને વેશભૂષાને કારણે ભારે આકર્ષણ ઉભું કરશે. તેવું આયોજન રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post