કડીએક કલાક પહેલા
- કૉપી લિંક
કડીના સાકાર સોસાયટી પાસે આવેલા ધનંજય વીલા સોસાયટીમાં કડી શહેરના જ ચારથી પાંચ ઈસમોએ ભાણીના કોર્ટ મેરેજમાં સહી કરી જેવી નજીવી બાબતમાં બંને પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં આવેલા ચારથી પાંચ ઈસમોએ યુવકને ધાકધમકી આપી હતી. તેમજ ગાળા ગાળી કરી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવકે કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
કડીના સાકાર સોસાયટી પાસે આવેલા ધનંજય વીલા સોસાયટીમાં રહેતા મહેશ પટેલ કે જોઓનું મૂળ વતન રંગપુરડા ગામના વતની છે અને કડીમાં જ રહે છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમના પિતા નિકુલને દિનેશે ફોન કરીને કહ્યું હતું કે, તમારો દીકરો મહેશ ઘરે છે કે નઈ તેમ કહીને તેમના પિતા સાથે દિનેશે ગાળા ગાળી કરી હતી. જ્યાં તેમના પિતાએ ફોન મૂકી દીધો હતો અને થોડાક કલાકો બાદ મહેશ તેમના પરિવાર સાથે ઘરે હાજર જ હતા. જે દરમિયાન તેમના ઘરની બહાર બોલા ચાલી થઈ રહી હતી.
કડીના ધનંજય વિલામાં રહેતા મહેશ પટેલ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. જે દરમિયાન તેમના ઘરની બહાર બોલાચાલી થઈ રહી હતી. મહેશ સહિત તેમના પરિવારજનો ઘરની બહાર જોવા માટે ગયા હતા. આશાદીપ સોસાયટીમાં રહેતો દિનેશ પટેલ ગાળા ગાળી કરી રહ્યો હતો. જ્યાં મહેશના પરિવારે કીધું કે કેમ તમે ગાળો બોલો છો. જે દરમિયાન દિનેશે કહ્યું કે, તમારો દીકરો મહેશ મારી ભાણીના કોર્ટ મેરેજના કાગળોમાં સહી કરી હતી. તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યાં ઝઘડો થતાં લોકો આવી પહોંચ્યા હતા અને દિનેશ સહિત અન્ય ચાર ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા.