વલસાડ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના વાપી હાઇવે ઉપર રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી બસના ચાલકને છરવાડા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ સામે ઝોકું આવી જતા બસ પલ્ટી ગઈ હતી. વલસાડ મુંબઇ હાઇવે ઉપર બસ પલ્ટી જતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. વલસાડ 108 અને વાપી પોલીસને ઘટનાની જાણ કરતા વાપી પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનામાં 2 યાત્રીઓને મોત નિપજ્યા હતા જ્યારે 4 યાત્રીઓ ઘાયલ થયા હતા. ઘાયલ યાત્રીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકમતામાં મૃતકોની લાશનો કબ્જો લઈ લાશનું PM કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી હાઇવે ઉપર રાજસ્થાનથી મુંબઈ યાત્રીઓને લઈને જતી લકઝરી બસ ચાલકને ઝોકું આવી જતા નેશનલ હાઇવે ઉપર વાપીના છરવાડા પેટ્રોલપંપ સામે ખાનગી લકઝરી બસ પલ્ટી ગઈ હતી. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતને લઈને વલસાડથી મુંબઈ તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને લઈને સ્થાનિક લોકોએ 108 અને વાપી પોલોસની ઘટનાની જાણ કરી હતી. 108ની ટીમ અને ફાયરની ટીમ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.
મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ લક્ઝરી બસ જઈ રહી હતી. ભીલવાડા રાજસ્થાનથી મુંબઈ મહારાષ્ટ્ર.આ અકસ્માત વહેલી સવારે વચ્ચે થયો હતો, ડ્રાઈવરને ઝોકું આવી જતા મુંબઈ તરફ જતી લકઝરી બસ પલ્ટી ગઈ હતી. એક મહિલા અને એક પુરુષ યાત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાપી ટાઉન પીઆઈ ચૌધરી સાહેબ અને GIDC પીઆઈ સરવિયા હાજર રહ્યા હતા અને ટ્રાફિક સામાન્ય કર્યો હતો.