ભારતભરમાં એકમાત્ર પાટણમાં આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિરે ચિતારા પરિવાર દ્વારા કાર્યક્રમ યોજાયો | The program was organized by the Chitara family at Shri Vali Sugriva Dada's temple in Patan, the only one in India | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણમાં વસતા શ્રી ચીતારા જ્ઞાતિ સમાજના ઈષ્ટદેવ અને ભારતભરમાં એકમાત્ર પાટણ શહેરના હિંગળાચાચર નજીક આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર પરિસર ખાતે શ્રી વાલી સુગ્રીવ દાદા સહિત મગરવાડાના વીર દાદાનો રવિવારના પવિત્ર દિવસે વિષ્ણુયાગ યજ્ઞનું ભક્તિભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ ખાતે શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી વિષ્ણુ યાગ યજ્ઞના યજમાન પદે સ્વર્ગસ્થ પેઈન્ટર આર્ટિસ્ટ પ્રેમચંદ જીવરામ ચિતારા સ્વર્ગસ્થ સકરીબેન પ્રેમચંદ ચિતારા, સ્વર્ગસ્થ અનસુયાબેન જીણાલાલ ( અમદાવાદ) પરિવાર ના રમેશચંદ્ર પ્રેમચંદ ચિતારા, ભરતકુમાર પ્રેમચંદચિતારા, સ્વર્ગસ્થ અનિલ પ્રેમચંદ ચિતારા સ્વર્ગસ્થ જીગ્નેશ ભરતકુમાર ચિતારા પરિવારે લ્હાવો લીધો હતો.

પાટણના હીંગળાચાચર નજીક આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી વિષ્ણુયાગ યજ્ઞના આ ધાર્મિક પ્રસંગે પાટણ શહેરમાં વસતા ચિતારા પરિવારના પરિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post