વડોદરા41 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે ટક્કર મારતા એક્ટિવા પર સરવાર પતિ-પત્ની અને પુત્ર રોડ પર પટકાયા ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારે એક્ટિવાને ટક્કર મારી
વડોદરાના યાકુતપુરા મદાર મોહલ્લામાં રહેતા સકીલ ગુલામરસુલ વ્હોરા (ઉ.50)એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 માર્ચના રોજ હું, મારી પત્ની રસીદા અને મારો પુત્ર તહૂર કંજરી બોરીયાવીથી મારી એક્ટિવા પર વડોદરા આવી રહ્યા હતા. તે સમયે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પર દુમાડ કટ પાસે અજાણ્યા વાહને અચાનક અમારી એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી અમે એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા. જેથી હું, મારી પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા.
મહિલાને આણંદની હોસ્પિટલમાં દાખલ કરાઈ
અકસ્માત કરનાર વાહનનો નંબર GJ-04-CR-1520 હતો. અકસ્માત થતાં ટોળું ભેગુ થઈ ગયું હતું. જેમાંથી કોઈએ ફોન કરતા 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને અમને ત્રણેયને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મારા ડાબા હાથનો એક્સ-રે કરવામાં આવતા ખભાથી નીચેના ભાગે ફ્રેક્ચર થયું હોવાની ખબર પડી હતી. મારી પત્નીને વધુ સારવાર માટે આણંદ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને મારા દીકરાને સામાન્ય ઇજા હોવાથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.