Sunday, March 26, 2023

ગોધરાના ચર્ચ સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા રાહુલ ગાંધીની સદસ્યતા રદને લઈ વિરોધ પ્રદર્શન | Protest against cancellation of Rahul Gandhi's membership by district Congress organization near Godhra's Church Circle | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના ચર્ચ સર્કલ પાસે જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીના રદ થયેલા સંસદ સભ્ય પદની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્ય માટે સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના રદ્ કરવામાં આવેલા સંસદ સભ્યપદનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

વધુમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતુ કે, શાસક પક્ષ દ્વારા દ્વેષ ભાવ સાથે સાંસદ સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. આજે કોંગ્રેસ સહિત સમગ્ર દેશ રાહુલ ગાંધીની પડખે ઉભો છે. ત્યારે કોંગ્રેસ કાયમ માટે સત્ય માટે લડી છે, તો આગામી સમયમાં પણ કોંગ્રેસ સત્ય માટે લડત આપતી રહશે. આ પ્રસંગે કોંગ્રેસ કાર્યકરો દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી સત્યના શપથ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.