લુણાવાડા ખાતે વર્લ્ડ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા | Public awareness rally was held at Lunawada on the occasion of World TB Day, dignitaries including District Development Officer were present. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • Public Awareness Rally Was Held At Lunawada On The Occasion Of World TB Day, Dignitaries Including District Development Officer Were Present.

મહિસાગર (લુણાવાડા)11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્લ્ડ ટીબી દિવસ નિમિત્તે લુણાવાડા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે મહીસાગર જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી અગાઉ ટીબીમુક્ત ગુજરાતના સંદેશ સાથે મહાનુભાવોએ ફોટો પોઈન્ટ પર ફોટો પણ પડાવ્યા હતા. આ રેલીને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નગરના વિવિધ વિસ્તારોમાં ટીબી હારેગા દેશ જીતેગાના નારા સાથે યોજાયેલ રેલીમાં ઇન્ડિયન ડિઝાસ્ટર રેસ્કયુ રિસ્પોન્ડર કોપ્સ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, શહેરી આરોગ્ય કેન્દ્ર તથા જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ જોડાયો હતો. આ રેલીમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમીના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ જોડાઈ હતી.

ટીબી મુક્ત ભારત નિક્ષય મિત્ર અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને દત્તક લઈને દર મહીને સારવાર શરૂ રહે ત્યાં સુધી પ્રોટીનયુક્ત કીટ આપવામાં આવી રહી છે. જિલ્લા ક્ષય અધિકારીએ કીટની ઉપયોગીતા વિશે દર્દીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આ કીટ સાથે દર્દીઓને હુંફ આપી એમની સાથે નિયમિત સંપર્કમાં રહી આત્મીયતા બાંધી એમના સ્વાસ્થય વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમણે ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ લઈને સામાન્ય નાગરિક, જનપ્રતિનિધિ, બિનસરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થાને નિ-ક્ષય મિત્ર બનવા અપીલ કરી છે. વધુમાં મહીસાગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્ષય રોગની વિનામૂલ્યે તપાસ કરવામાં આવે છે. નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત દર્દીના બેન્ક ખાતામાં દર માસે 500 રૂપિયા ડીબીટી મારફતે સીધા જમા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post