الثلاثاء، 28 مارس 2023

ભરૂચમાં પુષ્પમ ગ્રુપ દ્વારા કુમાર શાળા છાત્રાલયમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું | Pushpam Group distributed food packets to Kumar School Hostel in Bharuch | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજરોજ પુષ્પમ ગ્રુપ તરફથી આ વર્ષ માટેનો છેલ્લો એટલે કે 2022-23 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઝાડેશ્વર સ્થિત કુમાર છાત્રલયમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 50 જેટલા વિદ્યાર્થીઓને ફૂડપેકેટ આપવામાં આવ્યાં હતા. ફૂડ પેકેટમાં, પ્રત્યેક વિદ્યાર્થીને નાની ભાખરવડી, લીલો ચેવડો અને બુંદીના લાડુ આપવામાં આવ્યાં હતા. બાળકોએ વાંજીત્રો સાથે સુંદર પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમ માં પુષ્પમ ગૃપના યતિનભાઇ, હેમંતભાઇ, રમેશભાઇ જાદવ, દિપકભાઇ શાહ, રમેશભાઇ જાદવ,હરિશભાઇ વ્યાસ તથા ચંદુભાઇ ચૌહાણ અને અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. દર મહિને ગૃપ દ્વારા એક કાર્યક્રમ અચૂક કરવામાં આવે છે, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓમાં બાળકોને ફરસાણ તથા મીઠાઇ આપવામાં આવે છે. વારા ફરતી, જુદી જુદી જગ્યાઓએ, મહિનામાં એક વાર આવો કાર્યક્રમ યોજાઈ છે. ગરીબ વર્ગ ને અનાજ, મધ્યમ વર્ગ ના ગરીબ લોકોને તથા ગરીબ વિધવાઓને અનાજ આપવામાં આવે છે. આ ગ્રુપ કેટલીય સંસ્થાઓમાં સ્ટેશનરી- લોંગ નોટબુક્સ-ચોપડા, પેન્સિલ, પેન્સિલ બોક્સ, દફતર જેવી વસ્તુઓ આપવા પ્રયત્ન કરે છે. યોગ્ય વ્યક્તિઓ ને વસ્તુ પહોંચી શકે તેની તકેદારી રાખે છે, અને તે માટે સેવાયજ્ઞ સમિતિ તથા રાકેશભાઇ ભટ્ટ નો સહયોગ મળે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.