- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- A Raid On A Brewery With A Quantity Of Country Liquor From The Winding Nash Of Barda Dungar; Processed By Porbandar LCB And Parole Furlough Code
પોરબંદર4 કલાક પહેલા
- કૉપી લિંક

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લામાં દારૂની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપવામાં આવેલ.જે અન્વયે પોરબંદર LCB PI એચ.કે.શ્રીમાળી તથા પેરોલ ફર્લો સ્કોડના PSI એચ.એમ.જાડેજા સ્ટાફ સાથે એલસીબી ઓફીસ ખાતે હાજર હતા.તે દરમિયાન HC હરેશ આહિરને મળેલ ચોક્કસ હકીકતના આધારે બરડા ડુંગર આંટીવાળા નેશ ગેરકાયદેસર દેશી દારૂ ભરેલ દારૂ લીટર ૪૦૫ જેની કિમત રૂપિયા ૮૧૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો ૩૦૦૦ લીટર કીમત રૂપિયા ૬૦૦૦ તથા ભઠ્ઠી ચલાવવાનો સરસામાન સાથે મળી કુલ રૂપિયા ૨૩,૩૫૦ નો મુદામાલ મળી આવેલ અને આરોપીઓ હાજર નહી મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ મુદામાલ
ગેરકાયદેસર દેશી દારૂ ભરેલ ૬૫ લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ-૦૫ તથા ૪૦ લીટરની પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકા નંગ-૦૨ મળી કુલ દારૂ લીટર ૪૦૫ ની કિમત રૂપિયા ૮૧૦૦ તથા કેરબા નંગ-૫ કિમત ૬૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૦૦૦ કિમત ૬૦૦૦ તથા આથાની વાસવાળા ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૧૫ કીમત ૬૦૦૦ તથા બોઇલર બેરલ નંગ-૦૨ કિમત ૮૦૦ તથા ફીલ્ટર બેરલ નંગ-૦૨ કિમત ૮૦૦ તથા ત્રાંબાની નળીઓ નંગ-૦૨ કિમત ૧૦૦૦ મળી કુલ ૨૩,૩૦૦
આરોપી
હાજર નહી મળી આવેલ
(૧) સરમણ પોલા ગુરગુટીયા
(૨) રમેશ પોલા ગુરગટીયા રહે.બન્ને આદિત્યાણા નવાપરા વિસ્તાર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરીમા પોરબંદર LCB PI એચ.કે.શ્રીમાળી તથા પેરોલ ફર્લો સ્કોડના એચ.એમ.જાડેજા તથા તેમની ટીમ રોકાયેલ હતા.
