નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રામ પંચાયતનાં તલાટી ગામના જ સરપંચ પાસે લાંચ માંગતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી ગુનો દાખલ કર્યો હતો. જે તલાટી એ રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટમાં જમીન માટે અરજી દાખલ કરતા નામદાર કોર્ટે લાંચિયા તલાટીની જમીન ના મંજૂર કરી દીધી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડા બસ ડેપો સામે આવેલા એક મકાનમાં એસીબી એ ટ્રેપ ગોઠવી હતી. જેમાં ટ્રેપિંગ અધિકારીમાં ડી.ડી. વસાવા, પો.ઇન્સ. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. રાજપીપળા એ તેમની ટીમ સાથે ઝાંક ગામમાં સરપંચની ફરિયાદના મુજબ RCC રસ્તાના કામમાં 15માં નાણાંપંચ માંથી કુલ રૂ. 3,62,000 જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી. જે રસ્તાના કામો સરપંચે જાતે કરેલા હોય તેમના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી રીતેષ ગેમર દેસાઈ નાઓએ આ કામોની ટકાવારી ફરિયાદી પાસે માંગી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય માટે એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરતાં આ ફરિયાદ આધારે રાજપીપળા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. તલાટી રીતેષ ગેમર દેસાઈ 15,000ની લાંચની માંગણી કરી હોય એ રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એસીબીએ તેની સામે ગુનો દાખલ કર્યો છે.
જે બાબતે ધરપકડ બાદ જામીન પર છૂટવા માટે તલાટી રિતેશ દેસાઈએ રાજપીપળાની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટજામીન અરજી કરતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલે જામીન મળે તો જરૂરી પુરાવાનો નાસ કરી શકે છે. જેવી બાબતો ટાંકી ધારદાર દલીલો કરી જેથી નામદાર જજ સિદ્ધિકી સાહેબે તલાટીના જામીન ના મંજુર કર્યા હતા. એટલે વધુ દિવસો તલાટીએ જેલમાં કાઢવા પડશે.