ભુજના મહાવીરનગર રહેવાસીઓ દોઢ મહિનાથી રોડ અને ગટરની સમસ્યાથી પરેશાન | Residents of Bhuj's Mahaveernagar have been troubled by road and drainage problems for one and a half months | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ભુજના જયનગર,વાલદાસ નગર, ઓધવ એવેન્યુ નગર અને મહાવીર નગરના અંદાજિત 10 હજાર જેટલા રહેવાસીઓ મહાવીર નગરના રોડ પરથી પસાર થાય છે. આ રોડને નવો બનાવવા માટે તેમાં ખોદકામ કરી દેવામાં આવ્યું હતું, તેને દોઢથી બે મહિનાનો સમય વીતી ગયો છતાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આજે પણ

આ માર્ગ ખોદાયેલી હાલતમાં પડ્યો છે. જેના કારણે રોડ પરના ખાબોચિયામાં ગટરના પાણીનો ભરાવો થઇ ગયો છે. જેને લઈ સ્થાનિક લોકોને પસાર થવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા વિશે 80 વર્ષીય નિરંજન પંડ્યા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું ખસ્તા રોડના કારણે પસાર થતી વખતે 2 વખત પડી ગયી છું. રોડની ખરાબ હાલતથી અમારે ઘરેથી બહાર નીકળવાનું બંધ થઇ ગયું છે. સામાન્ય કામ હોય તો અમે બહાર નથી નીકળતા પરંતુ હું અસ્થમાની પેસેન્ટ છું મને દવા લેવા ના છૂટકે ઘરેથી હોસ્પિટલ જવા માટે બહાર જવુ પડે છે. મારી ભુજ નગરપાલિકા પાસે વિનંતી છે આ રોડ તાત્કાલિક બનાવી આપે જેથી અમને દવા લેવા જતી વખતે મુશ્કેલી ન પડે

મહાવીર નગરના રહેવાસીઓએ અનેકવાર તાત્કાલિક ધોરણે રોડ બનાવવા માટે ભુજ નગરપાલિકા અને નગરસેવકોને રજુઆતો કરી છે તેમ છતાં હજુય સુધી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કોન્ટ્રાકટરએ વોર્ડના નગરસેવકોને ટકાવારી આપી નહીં હોય તે માટે કામ કદાચ નગરસેવકોએ શરૂ થયેલો રોડનું કામ અટકાવ્યું છે

મહાવીર નગરના રહેવાસીઓ રોડની ખસ્તા હાલતથી કંટાળી ના છૂટકે વિસ્તારમાં વોર્ડ નં 8ના ‘કાઉન્સિલરો ખોવાયા છે’ તેવા બેનરો લગાડીને વિરોધ કરશે. નગરસેવકો જે રીતે ઉત્સાહથી ચુંટણી વખતે વોટ માંગવા આવે છે તો ચૂંટાયા પછી શું કામ પોતાની કામગીરીથી ભાગી રહ્યા છે. સ્થાનિકો રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમે રોડ, ગટર અને લાઈટ વેરો નિયમિત રીતે ભરીયે છે તેમ છતાં અમને પાયાની પૂરતી સુવિધા કેમ પુરી પાડવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post