સુરત14 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
સુરતની શિક્ષિકા સાથે એક ચોંકાવનારો સાયબર ક્રાઈમ થયો છે. સુરતમા લાલગેટ વિસ્તારમાં રહેતા શિક્ષિકાએ શાદી.કોમમાં બનાવેલા એકાઉન્ટમાંથી નંબર મેળવી લંડનથી યુવકે ફોન કર્યો હતો. ત્યારબાદ વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. યુવક લગ્નના નામે માટે ભારત આવ્યો હોવાનું કહીં આખો ખેલ શરૂ થયો હતો. જેમાં શિક્ષિકા પાસેથી ટૂકડે ટૂકડે અલગ અલગ ખાતાઓમાં 17. 48 લાખ રૂપિયા જમા કરાવડાવી છેતરપિંડી આચરી હતી.
લંડનના ડોક્ટરના નામે વાતચિત શરૂ કરી
લાલગેટ વિસ્તારમાં રહેતા મહિલા કિરણબેન(નામ બદલ્યું છે) એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમણે શાદી.કોમમાં પોતાના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં અજાણ્યા વિદેશના નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે ડો.પ્રશાંત પીટર હોવાનું જણાવ્યું. હતું. ત્યારબાદ પીટરે પોતાની તસવીર અને બાયોડેટા પણ આપ્યો હતો. જેમાં પીટર મૂળ ચેન્નઈનો અને લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
કિશ્ચન હોવાના નામે શિક્ષિકાને વિશ્વાસમાં લીધી
બાયોડેટામાં બ્રાહ્મણ લખ્યું હતું. જોકે, શિક્ષિકાને ખ્રિસ્તી યુવક સાથે જ લગ્ન કરવાનું કહ્યું હતું. જેથી પીચરે પોતે કેથલિક ક્રિશ્ચન હોવાનું જણાવ્યું હતું અને બાયોડેટામાં ભૂલ થઈ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે શાદી.કોમનું એકાઉન્ટ જોવાનું કહેતા તેમાં લંડન રહેતો અને ક્રિશ્ચન હોવાનું સામે આવ્યું હતું. જેથી શિક્ષિકાને તેના પર વિશ્વાસ બેસ્યો હતો.
લંડનથી ઈન્ડિયા આવતો હોવાનું જણાવ્યું
પ્રશાંત પીટર પોતે ઓબસ્ટ્રેટ્રીસીયન અને ગાયનેકોલેજિસ્ટ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન કરવા માટે બંને તૈયાર થયા હતા. પ્રશાંત લગ્ન માટે ભારત આવતો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન 15 માર્ચના રોજ પ્રશાંતે ટ્રાવેલિંગ લગેજ, બહેન અને પિતા સાથેની તસવીર મોકલી હતી. આ સાથે એર ટિકિટની તસવીર પણ મોકલી હતી. જેથી તે લંડનથી ઈન્ડિયા આવતો હોવાનું જણાવ્યું હતું.
એરપોર્ટથી યુવતીના નામે કોલ કરી ખેલ શરૂ કર્યો
આખો ખેલ હવે શરૂ થયો હતો. દિલ્હી અરપોર્ટ પરથી નતાશા નામથી શિક્ષિકાને ફોન આવ્યો હતો. જેમાં પ્રશાંત અને તેનો પરિવાર લંડન કરન્સીના ડીડી લાવ્યા હોવાથી તેને એરપોર્ટ બહાર લઈ જવા 39 હજાર આપવા પડશે એમ કહેતા શિક્ષિકાએ રૂપિયા ગુગલ પે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ડ્યુટી ચાર્જના નામે 1.37 લાખ, પ્રશાંતના પરિવારને રૂપિયા વાપરવા માટેના ચાર્જના નામે 3.48 લાખ, જીએસટીના નામે 7.95 લાખ અને ત્યારબાદ ફાઈનલ લાયસન્સ લેટર માટે 4.27 લાખ રૂપિયા અલગ અળગ ખાતામાં જમા કરાવડાવ્યા હતા.
17 લાખ રૂપિયા બાદ વધુ રૂપિયાની માગ થતા જાણ થઈ
પ્રશાંત અને તેના પરિવારના પાસપોર્ટ જપ્ત થઈ જવાનું કહેવાના કારણે શિક્ષિકાએ પોતાની બેંકનું તમામ બેલેન્સ વાપરી નાખ્યું હતું. આ સાથે એફડી પણ તોડાવી રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ વધુ 7.32 લાખ રૂપિયાની માંગણી રૂપિયા પરત મેળવવા કરતા શિક્ષિકાને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.