વલસાડ જિલ્લા કૉંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા, વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ડીટેઈન કરાયા | Valsad District Congress staged dharnas, protesting workers detained | Times Of Ahmedabad

વલસાડ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ લોકસભામાંથી રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યું છે. જે મામલે કૉંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. ત્યારે વલસાડમાં કૉંગ્રેસ કાર્યાલય પર કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાય તે પહેલા પોલીસે નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા.

વર્ષ 2019માં ‘દેશના તમામ મોદી ચોર છે’ તેવું નિવેદન કરવાના મુદ્દે સુરતની કોર્ટમાં પૂર્ણશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો દાખલ કર્યો હતો. જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા જાહેર કરી હતી. તે બાદ નિયમ અનુસાર રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ્દ કરતો આદેશ લોકસભાના સ્પીકરે કર્યો હતો. જેના વિરોધમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે બાદ આજ રોજ વલસાડ ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ આપ્યો હતો.

આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યલય ખાતે સરકાર વિરોધ ધારણા કાર્યક્રમ સહિતનો કાર્યક્રમ આપ્યો હતો. વલસાડ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો વિરોધ કાર્યક્રમ આપે તે પૂર્વે પોલીસ જવાનોએ કાર્યકરોને ડિટેઈન કરવાની કામગીરી કરી હતી. જેને લઈને કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રો પોકાર્યા હતા. ભાજપ સરકાર સામે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આક્ષેપ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…