દાહોદ ડીડીઓ રાત્રે પીપલોદ સીએચસી પહોંચ્યા,ડોક્ટર સહિતની ટીમ દર્દીઓની સેવામા જોવાતા પ્રભાવિત થયા | Dahod DDO reached Piplod CHC at night, was impressed to see the team including doctors serving the patients. | Times Of Ahmedabad

દાહોદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદના ડીડીઓ ગમે ત્યારે ગમે ત્યા મુલાકાતે પહોંચી જાય છે.જે તે સ્થળે જવાબદારો હાજર ન હોય તો તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરે છે.ત્યારે ગત રાતે ડીડીઓએ પીપલોદ સીએચસીની મુલાકાત ઓચિંતી મુલાકાત લીધી. પરંતુ તમામ કર્મચારીઓ હાજર મળતા તેઓ પ્રભાવિત થયા હતા.

રાત્રે પણ ડોક્ટર સહિતના કર્મચારીઓ હાજર હતા
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ગત મોડી રાત્રીએ પીપલોદ ખાતેના કમ્યુનીટી હેલ્થ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. મધ્યરાત્રીની આ મુલાકાત સમયે અહીંના આરોગ્યકર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યાં હતા. તેમજ સગર્ભા માતાઓ અને નવજાત શિશુની કાળજી લઇ રહ્યાં હતા. અહીંના તબીબ સહિતના આરોગ્યકર્મીઓની નિષ્ઠા સાથેની કામગીરીથી તેઓ પ્રભાવિત થયા હતા.

8 વર્ષથી એક પણ માતા મરણ થયુ નથી
અહીંના કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા 8 વર્ષમાં એક પણ માતા મરણ થયું નથી એ જાણીને તેમણે આરોગ્યકર્મીઓની પીઠ થાબડી હતી અને આ પ્રકારની કામગીરી ચાલુ રાખવા જણાવ્યું હતું. ડીડીઓએ આ વેળા માતાઓને કાંગારૂ મધર કેર, સ્તનપાન અને પોષણ વિશેની સમજ આપી હતી. અહીંના સેન્ટર માટે નવી બિલ્ડીંગ માટેની ગ્રાન્ટ મંજૂર થઇ હોય માળખાકીય સુવિધાઓના પ્રશ્નોનો પણ ઝડપથી નિકાલ આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…