પંચમહાલ (ગોધરા)13 મિનિટ પહેલા
ગોધરા શહેરના સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ તહેવારના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે છેલ્લા દસ દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને લીધે આજરોજ સિંધી સમાજ દ્વારા ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ સહિત ચીફ ઓફિસર ઓફિસમાં ન મળતા તેઓ આવેદન પત્ર ટપાલ મારફતે આપી હતી.
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં પ્રભા નાળાથી બામરોલી રોડ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર છેલ્લા દસેક દિવસની સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેથી બામરોલી રોડના મુખ્ય રસ્તા ઉપર અંધારપટ છવાયું છે. ત્યારે 23/03/2023ના રોજ સિંધી સમાજના મોટામાં મોટું તહેવાર ચેટીચાંદ ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ અને સિંધી સમાજના નવા વર્ષની શરૂઆત થાય છે. જેની ઉજવણી સિંધી સમાજ દ્વારા ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને બામરોલી રોડના મુખ્ય માર્ગ ઉપર સીરીઝ લગાવી રોશનીથી શણગારવામાં આવે છે.
ત્યારે આ તહેવાર દરમિયાન જ બામરોલી રોડના મુખ્ય માર્ગનું સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સિંધી સમાજના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેથી આજરોજ સિંધી સમાજના અગ્રણીઓ વ્યાપારીઓ સ્થાનિક રહીશો ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા હતાં, પરંતુ કચેરી ખાતે ચીફ ઓફિસર સહિત પ્રમુખ ન મળી આવતા તેઓએ ટપાલ દ્વારા આવેદન આપ્યું હતું. આથી બામરોલી રોડ વિસ્તારની જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે માટે માગ કરી રહ્યા છે.