અંકલેશ્વરએક કલાક પહેલા
- કૉપી લિંક
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનો માટે પોણા પાંચ કરોડના ખર્ચે નિર્માણ કરેલા આકર્ષક સ્વર્ણીમ લેકવ્યુ પાર્કનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી લેકવ્યુ પાર્કને નગરજનો માટે ખુલ્લો મુક્યો હતો.
ધારાસભ્યના હસ્તે પાર્કનું લોકાર્પણ કરાયું
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરજનોને અનોખી ભેટ આપી છે. પાલિકા દ્વારા ગામ તળાવ પાસે રૂપિયા 4 કરોડ 80 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કનું નિર્માણ કર્યું છે. આ લેકવ્યુ પાર્કમાં એક કિલોમીટરનો વોક વે, બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક, એક્યુપ્રેશર વોકે વે, તેમજ જીમના સાધનોની સુવિધા અને ગાર્ડન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે રવિવારના રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સ્વર્ણીમ લેકવ્યુ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં મહાનુભાવો-નગરજનો હાજર રહ્યા
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરજનો હાજર રહ્યા હતા.