Sunday, March 26, 2023

ચાર બાઇક સાથે એક શખ્સની ધરપકડ, 3 અનડિટેક્ટ ગુનાનો પણ ભેદ ઉકેલાયો | rajkot crime news: one accused arrested 4 Stolen bike | Times Of Ahmedabad

રાજકોટ+10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ચોરાઉ ચાર બાઇક સાથે એક શખ્સની ધરપકડ. - Divya Bhaskar

ચોરાઉ ચાર બાઇક સાથે એક શખ્સની ધરપકડ.

રાજકોટ શહેરમાં વધતા જતા વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા આપવામાં આવેલ સૂચનાના આધારે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ચોરાઉ ચાર મોટરસાઇકલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. તેમજ ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.

પોલીસે 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે રાહુલ ઉર્ફે ટકો વિકાણીની ધરપકડ કરી તેની પાસેથી કુલ 1.60 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી અગાઉ પણ રાજકોટ, વાંકાનેર અને હળવદ મળી કુલ 9 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો.

ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો.

ક્રાઇમ બ્રાન્ચે ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપ્યો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરાઉ બાઈક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રમેશ સોલંકીની ધરપકડ કરી તેની પાસેથી ચોરાઉ બાઈક કબ્જે કરી કુલ 15000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સે અન્ય કોઈ ચોરીનો અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.