રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદમાં થયેલી નુકસાનીનો સર્વે કરવા ટીમ તૈયાર, સરકાર વળતર આપશે | The team is ready to survey the damage caused by unseasonal rain in the state, the government will provide compensation | Times Of Ahmedabad

અમદાવાદ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજરોજ ગાંઘીનગરથી મુખ્યમંત્રીએ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખેડૂતોના પાકમાં થયેલી નુકસાની અને સર્વે ટીમ અંગેની કલેક્ટરો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા જણાવ્યું હતું કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચૂકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.

CMની જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ
તારીખ 5 માર્ચથી 9મી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યાભરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે વિજળી પડતા ચાર લોકોના મોત પણ નીપજ્યાં છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા લોકોના ઘર તેમજ માલ-સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. આ બાબતે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. જેમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

સર્વેમાં કોઇને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવું
તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે, તેની વિસ્તૃત વિગતો આપી હતી. આ અંગે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા જણાવ્યું હતું કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.

પાક સંરક્ષણ સહિતનું આગોતરુ આયોજન કરવા તાકિદ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરો કરી લે. એટલું જ નહીં, માનવમૃત્યુ કે ૫શુ જાનહાની ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી. આ ઉપરાંત કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડૂતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવે જણાવ્યું હતું.​​​​​​​

27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકાઓમાં 1 મિ.મિ.થી 47 મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે 18 જિલ્લાના 33 તાલુકાઓ એવા છે, જ્યાં 10 મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહીં, તારીખ 5 માર્ચથી 9મી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અઘિક મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવો, સચિવો અને રાહત કમિશ્નર ૫ણ ઉ૫સ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…