ઉના14 મિનિટ પહેલા
ઉના ગીરગઢડા તેમજ ગીર પંથકમા ભારે પવન સાથે કરા કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોના કેસર કેરી તથા ઉનાળુ પાકને ભારે નુકસાન થયુ હતું. ઉના શહેર, સામતેર, સનખડા, ગાંગડા, કાણકબડા, મોઠા, ગરાળ, ભાચા, ખત્રીવાડા, ભાડીયાદર, સીમર, સૈયદ રાજપરા, તેમજ ધોકડવા, બેડીયા, ચિખલકુબા, નિતલી, શાણાવાકીયા તેમજ ગીર જંગલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. ભારે કમોસમી વરસાદના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી વહેતા થયાં હતાં. સમગ્ર પંથક ઠંડુગાર બની ગયેલું હતું.
ઉના વાડી વિસ્તારમાં તેમજ ગરાળ, મોઠા, નીતલી સહીતની અમુક ગામોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. આ કમોસમી વરસાદને પગલે બાગાયતી ખેતી કેસર કેરીના પાકને તેમજ ઉનાળુ પાક તલ, ધઉ, ચણા, બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થયેલ હતું. અચાનક આકાશમાંથી વરસાદી આફત વરસતા જગતના તાતને તોકતે વાવાઝોડા બાદ કેશર કેરીના બગીચા માલિકોને સારા પાકની આશા માથે પાણી ફળી વળ્યુ હતું.
બાગાયતી પાકો તેમજ ઉનાળુ ખેતી પાકો તેમજ સનખડામાં ખુલ્લામાં મરચાંનું પીઠું ચલાવતા વેપારીઓને અને દરિયાઈ કાંઠા વિસ્તારના માછીમારોને પણ વરસાદના કારણે લાખોનું ભારે નુકશાન થયેલ હોય સરકાર દ્વારા સહાય ચુકવવા માગ કરી હતી.