થરાદથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- હિન્દુસ્તાનના રગ રગમાં અને કણ કણમાં ભગવાન રામ વસેલા છે | Tharadthi Vadhana Sabha Chairman Shankar Choudhary said - Lord Ram resides in every detail of Hindustan. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

થરાદ ખાતે શ્રીરામ મંદિરના પુન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત સહભાગી બન્યા હતા. આ મહોત્સવમાં અયોધ્યાથી જ્યોત લાવનાર શ્રીરામ સેવા સમિતિના સ્વયં સેવકોનું અધ્યક્ષના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રીરામનો જયઘોષ કરાવી જણાવ્યું કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિર નિર્માણનું કાર્ય કરનાર થરાદના નગરજનોને અભિનંદન પાઠવું છું. હિન્દુસ્તાનના રગ રગમાં અને કણ કણમાં ભગવાન રામ વસેલા છે. રામ દરેક વ્યક્તિના મનની અંદર છે. આપણા દેશમાં એક વ્યક્તિ બીજા મળે તો રામ રામ કહે છે. પતિ- પત્નીએ જીવન કેવી રીતે જીવવું એ તથા ભાઇ-ભાઇ અને પિતા-પુત્રનો પ્રેમ કેવો હોય તો તે પણ રામાયણ જ શિખવે છે. આજની સાંપ્રત સમયની અનેક સમસ્યાઓનો ઉકેલ શ્રીરામના જીવન ચરિત્રમાં છે. બીજાનું ખરાબ ન કરવું અને અન્યના ભલા માટે કામ કરવું એ આપણો ધર્મ કહે છે. તેમણે આ મહોત્સવના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ધર્મનું જે રક્ષણ કરે છે ધર્મ તેમનું રક્ષણ કરે છે.

આ અંગે ઉદ્યોગ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, સર્વેના દુ:ખ દુર કરનારા ભગવાન શ્રીરામનો આજે જન્મદિવસ છે ત્યારે થરાદમાં શ્રીરામના મંદિરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થરાદનો ખુબ તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં જી.આઇ.ડી.સી. શરૂ થવાની વિકાસની ગતિ વધુ તેજ બનશે.

આ અંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, ધર્મ આપણને જીવન કેવી રીતે જીવવું તે શિખવે છે. દુનિયામાં માનવ ધર્મ સૌથી મોટો છે. કોઈપણ પ્રકારના ઉંચ-નીચના ભેદભાવ વગર બધા સાથે હળીમળીને શાંતિ, ભાઇચારા સાથે રહીએ. અન્ય જીવો પ્રત્યે પણ દયા અને કરુણા રાખી બીજાને મદદરૂપ બનીએ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post