નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
રામ જન્મનો સમગ્ર દેશ વિદેશમાં સહર્ષ સાથે ઉત્સવ મનાવાય છે આજે રામનવમી નિમિત્તે દેશના વિવિધ વિસ્તારમાં રામલલ્લા નો જન્મોત્સવ બપોરે 12:00 વાગે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે નવસારી શહેરમાં પણ આવેલા રામજી મંદિરમાં આ ઉજવણી થઈ હતી જેમાં સાંજે આશરે 40 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે જેમાં વર્ષોથી આવેલી પરંપરા મુજબ ભક્તો માટે ₹40,000 થી વધુ ઘી ના લાડુ બનાવાયા છે.
છેલ્લા નવ દિવસથી નવસારી શહેરમાં રામકથા શરૂ છે જેમાં રામજી મંદિર ખાતે દરરોજ 20 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા હતા ત્યારે આજે અંતિમ દિવસે 30 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધા બાદ સાંજે પણ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટાર્ગેટ મુજબ ₹40,000 જેટલા લોકો મહાપ્રસાદ લેશે.જેમાં વર્ષોથી બનતા ઘીના લાડુ આકર્ષણનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ દ્વારા આ વર્ષે પણ રામ જન્મ મહોત્સવ નિમિત્તે 40,000 જેટલા લાડવા બનાવ્યા છે.
મંદિરનો ઇતિહાસ
નવસારીનું આશરે 250થી વધુ વર્ષ પુરાણુ રામજી મંદિર સ્વાતંત્ર્યવીર તાત્યા ટોપના અહીં સંત રહલદાસજી તરીકેના રોકાણને લઈ ‘ઐતિહાસિક’ પણ બન્યું છે. નવસારીમાં દુધિયા તળાવના કિનારે આવેલા રામજી મંદિર 250થી વધુ વર્ષ પૌરાણિક છે. આ મંદિર સાથે હજારો રામભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક પણ છે, 1958ના અંગ્રેજોના સામેના બળવામાં જે લોકો આગળ આવ્યા હતા, તેમાં એક ભારતીય લડવૈયા તાત્યા ટોપે પણ હતા. આમ તો ટોપેને અંગ્રેજોએ 1959ના અરસામાં ફાંસી આપ્યાનું જાહેર કર્યું હતું પરંતુ તેનો સચોટ પુરાવો ન હતો અને ટોપેની ચોક્કસ ઓળખ પણ થઈ ન હતી. અંગ્રેજોને તે ફાંસી તાત્યા ટોપેને જ અપાઈ તે બાબતે શંકા જતા પાછળથી વધુ બે જણાને ટોપે હોવાની શંકા હેઠળ ફાંસી આપી હતી. નોંધનીય વાત એ પણ છે કે અંગ્રેજોને ચકમો આપી બે જણાં ભાગી પણ ગયા હતા. તે પણ નોંધાયું હતું. આમ ટોપને જ ફાંસી અપાઈ તે ચોક્કસ પ્રસ્થાપિત થયું ન હતું.
બીજી તરફ 1862ના અરસામાં નવસારીના રામજી
મંદિરમાં આધેડ વયનો એક તેજસ્વી આવ્યો હતો અને બાદમાં આ શખસ સંત ટહલદાસજી તરીકે મંદિરમાં લાંબો સમય રોકાયા હતા. ચહેરો, તેનો આવવાનો સમય, તેમને બહારથી મળવા આતા મુલાકાતીઓ વગેરે તમામ બાબતો જ તાત્યા ટોપે જ અંગ્રેજોને ચકમો આપી ટહલદાસજી તરીકે રામજી મંદિરમાં રોકાયા હોવાનું એક નહીં અનેક લેખોમાં પુરવાર થયું છે.તાત્યા ટોપે યા ટહલદાસજીના રોકાણને લઈ નવસારીનું રામજી મંદિર ધાર્મિક સાથે ઐતિહાસિક બની ગયું છે. આજે તો મંદિર અનેક સામાજીક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે, રામજી મંદિરના સંત મહંતોની જે ધૂણી શાંતિ બનાવાઇ છે તેમાં ટહલદાસજી મહારાજની પણ બનાવવામાં આવી છે.