- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- Three Fire Incidents In The Same Day In Bhachau Area Kept Fire Fighters On The Run, Fortunately No Casualties Were Reported.
કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

ભચાઉ નગર અને તાલુકામાં આજે સવારથી સાંજ સુધીમાં આગ લાગવાની ત્રણ ઘટના બની હતી. જેના કારણે સુધારાઈ હસ્તકના ફાયર ફાઇટરને સતત દોડતું રહેવું પડયું હતું. આગની પ્રથમ ઘટના નગરના જુના બસ સ્ટેશન પાસેના ખુલ્લા પ્લોટમાં, બીજી ઘટના કબરાઉ ગામ નજીક ખેતરની વાડમાં અને છેલ્લે ભચાઉના શાળા સંકુલ પાસે બની હતી. સદભાગ્યે કોઈપણ સ્થળે આગથી કોઈને ઇજા પહોંચી ના હતી.

આ અંગે ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડાએ આપેલી માહિતિ મુજબ આજે સવારના અરસામાં ભચાઉના જુના બસ સ્ટેશન અંદરના ખુલ્લા પ્લોટમાં બાવળની ઝાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પર પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ બપોરના સમયે કબરાઉ ગામ નજીકના ખેતરની ઝાડીમાં આગ ફેંકાઇ ગઇ હતી. અહીં 30 મિનિટના પાણીના મારાથી આગ કાબુમાં આવી હતી. જ્યારે બપોરના 4.30ની આસપાસ ભચાઉ આદર્શ નિવાસી શાળા પાછળના ખુલ્લા વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગને સંકુલ અંદર પહોંચે તે પહેલાજ કાબુમાં લીધી હતી.
