કડીએક કલાક પહેલા
કડી તાલુકાના ઘુમાસણ બ્રીજ પાસે આશરે ત્રણ માસની બાળકી મળી આવી હતી. જેને લઈ ચકચાર માચી છે. આ ઘટનાની જાણ પોલીસની ટીમને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. બાળકીને સારવાર અર્થે 108 દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી અને કડી તાલુકાના નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કડી તાલુકાના ઘુમાસણ પાસે આવેલા બ્રિજની બાજુમાં અજાણ્યા વ્યક્તિઓ ત્રણ માસની તંદુરસ્ત બાળકીને મૂકી ફરાર થઈ ગયા હતા. જ્યાં સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી અને નંદાસણ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટનાસ્થળે પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કડી તાલુકાના ઘુમાસણ પાસે ત્રણ માસની બાળકીને યાદી લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જ્યાં ઘુમાસણના સરપંચ જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આજે ઘુમાસણ બ્રિજ પાસેથી બાળકી મળી આવી હતી અને અમારા ગામના યુવકને તેની જાણ થઈ હતી. જ્યાં યુવક દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તેમજ નંદાસણ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
બાળકીના હાથમાં દૂધની બોટલ હતી: ગામનો યુવક કડી તાલુકાના ઘુમાસણ પાસે આવેલા બ્રિજની દિવાલ ઉપર અજાણ્યો વ્યક્તિ બાળકી મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યાં ઘુમાસણના કેતન ડાભી જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, હું મારી દુકાને હાજર હતો. જે દરમિયાન એક રિક્ષા ચાલક આવ્યો હતો અને તેને મને કહ્યું હતું કે, બ્રિજની બાજુમાં એક બાળકી પડેલી છે અને તે રડે છે. આટલું સાંભળતા જ અમે ચાર પાંચ યુવકો રિક્ષા લઈને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં બ્રિજની દિવાલ ઉપર બાળકી દેખાઈ આવેલી હતી અને તેના હાથમાં દૂધની બોટલ હતી. જ્યાં અમે 108 એમ્બ્યુલન્સ તેમજ નંદાસણ પોલીસને જાણ કરી હતી. જ્યાં એમ્બ્યુલન્સ અને પોલીસ એકી સાથે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવી હતી.