કેન્સરની વોર્નિંગ આપતી જાહેરાત ન છાપી પ્રતિબંધિત સિગરેટનો જથ્થો વેચતો વેપારી સિંધી કેમ્પથી ઝડપાયો | A trader was caught from Sindhi camp for selling a quantity of banned cigarettes without printing an advertisement warning of cancer | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • A Trader Was Caught From Sindhi Camp For Selling A Quantity Of Banned Cigarettes Without Printing An Advertisement Warning Of Cancer

નવસારી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતમાં સિગરેટ નું વેચાણ કરવા માટે તેનાથી થતા નુકસાનની ચેતવણી આપવી ફરજીયાત છે અને આ મામલે નિયમ પણ અમલી બન્યા છે ત્યારે નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં પ્રતિબંધિત અને હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ વેચતા એક વેપારી ની ધરપકડ SOG દ્વારા કરવામાં આવી છે.

વેપારી આશિષ કિશનભાઇ મકનાની છેલ્લા પાંચ વર્ષથી વધુથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત અને હેલ્થ વોર્નિંગ ન આપતી સિગરેટ જેવી કે પેરીસ સ્પેશિયલફિલ્ટર, એસે લાઈટ, એસએ સ્પેસીયલ ગોલ્ડ, એસએ ચેન્જ,બ્લેક, ગુડાંગ ગરમ ઇન્ટરનેશનલ,જેવી છ અલગ અલગ બ્રાન્ડની સિગરેટના 2930 પેકેટ મળીને કુલ 6,17,800 નો મુદ્દામાલ SOG એ કબ્જે કર્યો છે. પોલીસે વેપારી વિરુદ્ધ ધી સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 મુજબ ગુનો નોંધી ટાઉન પોલીસને આરોપી સોંપવામાં આવ્યો છે.

નવસારી જિલ્લા ઇન્ચાર્જ પોલીસવાળા ડો. કરણરાજ વાઘેલા દ્વારા નવસારી જિલ્લામાં નાર્કોટિક્સ ની બદી ને નેસ્તીનાબૂદ કરવા માટે સૂચના આપેલી છે જેના આધારે નવસારી વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓની તપાસ કરવામાં હતી જેના આધારે આરોપી વેપારીની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…