Saturday, March 11, 2023

મહારાષ્ટ્રના પુણેથી અમદવાદ કપાસ લઈ જઈ રહેલા ટ્રકને અકસ્માત નડ્યો; ઉંડી ખાઈમાં ખાબકતા ટ્રકનો કચ્ચરઘાણ | A truck carrying cotton from Pune to Ahmedabad in Maharashtra met with an accident; The wreckage of a truck in a deep ditch | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • A Truck Carrying Cotton From Pune To Ahmedabad In Maharashtra Met With An Accident; The Wreckage Of A Truck In A Deep Ditch

ડાંગ (આહવા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના તીવ્ર વળાંક પર પૂણેથી અમદાવાદ કપાસનો જથ્થો ભરી જઈ રહેલી ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક સંરક્ષણ દીવાલ કુદાવી ઊંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હાઈવે ઓથોરિટીની બેદરકારીનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે. સાપુતારાથી માલેગામનો ત્રણ કિમી માર્ગ વાહન ચાલકો માટે ગોઝારો બન્યો છે. એક સપ્તાહમાં એકજ સ્થળે આ પાંચમો અકસ્માત થયો હોવા છતાં હાઇવે તંત્ર દ્વારા અકસ્માત નિવારવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

શનિવારે પુણેથી કપાસનો જથ્થો ભરી અમદાવાદ જતી ટ્રકની અચાનક બ્રેક ફેલ થતા ચાલકે માર્ગ સાઈડે આવેલા સંરક્ષણ દીવાલ સાથે ટ્રક અથડાવી બચવાનો પ્રયાસ કરતા તેમનો પ્રયાસ પણ નિરર્થક રહેતા ટ્રક સંરક્ષણ દીવાલ કૂદી ઊંડી ખીણમાં ખાબકતા ટ્રકનો કચ્ચરઘાણ થઈ જવા પામ્યો હતો. અકસ્માતમાં ચાલક ક્લીનરને ગંભીર ઇજા પહોંચતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ ઉપર રાજ્ય ધોરીમાર્ગ વિભાગ દ્વારા સામગાહનથી વઘઇ સુધીના 40 કિમી સુધીના તીવ્ર વળાંક અને ગોઝારા સ્પોટ પાસે રોલર બેરીયર લગાવી વાહન ચાલકોને અકસ્માતથી બચાવા સુરક્ષિત બનાવવામાં આવ્યા છે. ત્યારે સાપુતારાથી માલેગામ વચ્ચેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો આ તીવ્ર વળાંક હાલમાં એક અઠવાડિયામાં 5 અકસ્માત સર્જાયા હોવા છતાં આ સ્પોટ ઉપરની સંરક્ષણ દીવાલ ઊંચી કરવા કે અકસ્માતથી બચવા રોલર ક્રશ બેરીયર લગાવવામાં આવ્યા નથી. જે માટે તાત્કાલિક રોલર બેરીયર લગાવવા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: