- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- A Married Woman Tired Of Menstrual Pain Took Medicine; The Wife Scolded The Husband Who Had Gone To Play Holi And Swallowed The Medicine
નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

માસીક સ્ત્રાવનાં દુઃખાવાથી કંટાળી દવા પીધી…
નર્મદા જિલ્લાના કલીમકવાણા ગામમાં પરણિતા એ બીમારીથી કંટાળી જતા ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મળતી વિગતો અનુસાર નમ્રતાબેન પ્રદિપભાઇ તડવી કલીમકવાણા ગામે પોતાનાં પિયરમાં માસીક સ્ત્રાવનાં દુઃખાવાથી કંટાળીને પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત થતાં રાજપીપળા પોલીસે આ બાબતે આત્માહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

પત્ની એ ઠપકો આપતા ઝેરી દવા ગટગટાવી…
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે નજીવી બાબતે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષભાઇ ઇશ્વરભાઇ ભીલ ધુળેટીનો તહેવાર હોય જેથી ગામમા ધુળેટી મનાવવા ગયેલ અને ધુળેટી મનાવી પરત ઘરે આવેલ. તે વખતે તેની પત્નીએ તેને જણાવેલ કે આખો દિવસ ધુળેટી રમતો હતો અને ખેતીનું કામ કરતો નથી. તેમ કહી ઠપકો આપતા શૈલેષને મનમાં લાગી આવતા તેણે ઘરમાં પડેલ કપાસમા છાંટવાની દવાની બોટલમાથી થોડી દવા પી લેતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તેને સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે આ ઘટનામાં શૈલેષ હાલ સારવાર લઈ રહ્યો છે.