Thursday, March 9, 2023

પાટણની બે મહિલા હોમગાર્ડે બેઝિક તાલીમ કેમ્પમાં બેસ્ટ ડિસિપ્લિન એવોર્ડ અને બેસ્ટ કલ્ચરનો એવોર્ડ મેળવ્યો | Two women home guards from Patan bagged Best Discipline Award and Best Culture Award in Basic Training Camp | Times Of Ahmedabad

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યકક્ષા મહિલા હોમગાર્ડઝ બેઝીક તાલીમ અમદાવાદમાં સાણંદના માધવનગર ખાતે યોજાયેલ હતો. જેમાં પાટણ જીલ્લાના 05 મહિલા હોમગાર્ડઝ સભ્યોએ તાલીમાર્થી તરીકે ભાગ લીધેલ હતો. જેમાં રાજ્યકક્ષા તાલીમ કેમ્પમાં પાટણ યુનિટના મહિલા હોમગાર્ડઝ સભ્ય જલકબેન જે. પટેલ ને “બેસ્ટ ડિસીપ્લીન” એવોર્ડ તથા ધર્મિષ્ઠાબેન એમ. પરમાર ને “બેસ્ટ કલ્ચર પ્રોગ્રામ” નો એવોર્ડ મળેલ છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરતા પાટણ જીલ્લા હોમગાર્ડઝનું ગૌરવ રાજ્યકક્ષાએ વધારવા બદલ નાયબ પોલીસ અધિક્ષક (મુ.મ.) પાટણ અને જિલ્લા કમાન્ડન્ટ કે.કે. પંડ્યા એ તેઓને રૂબરૂમાં એવોર્ડ તથા પ્રસંશાપત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે નવનિયુક્ત પ્રિયંકાબેન અશોકભાઇ સોલંકી ને આવકાર્યા હતા. હોમગાર્ડઝના પી.એસ.આઇ. ઉદેસિંહ સોલંકી તથા હેડક્લાર્ક રાજેન્દ્રકુમાર એમ. મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: