Friday, March 10, 2023

મોડાસાના ખલીકપુર ગામે કેનાલ પાસેથી બે વર્ષીય બાળકી બિનવારસી મળી આવી; સરપંચ અને પોલીસે માસૂમને માતા-પિતાને સોપી | A two-year-old girl was found disinherited from a canal in Modasa's Khalikpur village; The sarpanch and the police handed over Masoom to her parents | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • A Two year old Girl Was Found Disinherited From A Canal In Modasa’s Khalikpur Village; The Sarpanch And The Police Handed Over Masoom To Her Parents

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

પતિ પત્નીએ પોતાના અંગત કોઈપણ ઝગડાઓ હોય તેમાં નિર્દોષ સંતાનોનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાના ઝગડામાં બાળક ક્યાંક વિખૂટું પડી જાય તો મોટી મુશ્કેલી સર્જાય છે. આવી જ એક ઘટના મોડાસાના ખલીકપુર ગામે બનવા પામી છે.

મોડાસાના ખલીકપુર ગામ પાસે પસાર થતી કેનાલ પાસેથી એક બે વર્ષની વિખૂટી બાળકી બિનવારસી મળી આવી હતી. આસપાસના લોકોએ આ બાળકી અંગે પોલીસને અને ખલીકપુર સરપંચને જાણ કરી હતી. બાળકી કોણ છે, ક્યાંથી વિખૂટી પડી જેવી સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. વિખૂટી પડેલી બાળકીના માતા પિતાને ગણતરીના સમયમાં શોધી કાઢ્વામાં આવ્યો હતો. અંતે બાળકીને માતા-પિતાને સોંપવામાં આવી હતી.

આ બાળકીના માતા-પિતા પોતાના અંગત ઝગડામાં બાળકીને જાણે ભૂલી ગયા હોય તેવું વર્તન કર્યું હતું. બંનેમાંથી કોઈએ પણ બાળકીની દરકાર ના કરી અને બાળકી એકલી એકલી કેનાલ તરફ ચાલી આવી હતી. સદનસીબે આસપાસના રહીશોએ પોલીસ અને ખલીકપુર સરપંચને જાણ કરતા બાળકીને તેના માતા પિતા સુધી પહોચાડવામાં સફળતા મળી છે. આમ પતિ-પત્ની પોતાના અંગત ઝગડાઓમાં નિર્દોષ સંતાનો વિસરાઈ ના જાય એ બાબતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: