- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- The Youth Of Rotary Club Brought Back To India After 7 Months Of Struggle The Mentally Challenged Who Reached Bangladesh From UP Two And A Half Years Ago.
ભરૂચઅમુક પળો પહેલા
- કૉપી લિંક

બજરંગી ભાઈજાન ફિલ્મ જેવી ભૂમિકા ભરૂચ રોટરી કલબે ઢાકાના રોટેરિયન, બાંગ્લાદેશ, ઇન્ડિયન એમ્બેસી, પોલીસની મદદથી ભજવી છે. ઉત્તરપ્રદેશના ટ્રાયબલ જંગલ વિસ્તારમાંથી અઢી વર્ષ પેહલા બાંગ્લાદેશ પહોચી ગયેલા માનસિક દિવ્યાંગ યુવાનને પરત ભારત લાવી પરિજનોને સોંપ્યો છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ એ માનસિક અને શારીરિક રીતે વિકલાંગ ભારતીય નાગરિકને તેના પરિવાર સાથે અને તેના ગામમાં પાછા આવવામાં મદદ કરવાના પ્રયાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઉત્તર પ્રદેશના ડીડીપૂરા ટ્રાયબલ વિસ્તારના બહરાઈચનો યુવાન શારીરિક અને માનસિક રીતે અશક્ત છે. અઢીથી પોણા ત્રણ વર્ષ પેહલા તે ગુમ થઈ ગયો હતો. માતા-પિતાએ વિચાર્યું હતું કે કોઈ પ્રાણીએ તેનું મરણ કર્યું હશે કે તે મૃત્યુ પામ્યો હશે. આ ગુમ ભારતીય નાગરિક દોઢ વર્ષ પેહલા બીમાર, ઘાયલ અને બોલવામાં અસમર્થ હાલતમાં બાંગ્લાદેશના નીલફામરી જિલ્લામાં ત્યજી દેવામાં આવ્યો હતો. જે એક રીક્ષા ચાલકને મળ્યો હતો. જ્યાં તેને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ સરકારી હોસ્પિટલમાં આ ભારતીયની સારવાર કરાવી હતી.
ત્યારે આ યુવાન બાંગ્લાદેશી નહીં હોવાનું સામે આવ્યું હતું. ભારતના ઉત્તર પ્રદેશના બહરાઇચમાં તેના ગામમાં પાછો જવાનો કોઈ રસ્તો નહોતો. ત્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના રિઝવાના અને તલકીન જમીનદારએ ઢાકાના રોટેરિયન બાંગ્લાદેશ સંયોજક શમસુલ હુડા સાથે યુવકને પરત ભારત લાવવા પ્રક્રિયા હાથ ધરી હતી.
21 માર્ચ 2023ના રોજ સુભાષ પ્રસાદને પીઆરઆઈડી કમલ સંઘવી અને બંને દેશોના સંયોજકોની હાજરીમાં નો મેન્સ લેન્ડ, પેટ્રાપોલ ICP, પશ્ચિમ બંગાળ ખાતે 0 પોઈન્ટ પર તેમના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો. ભરૂચ રોટેરિયન તલકીન અને રિઝવાના જમીનદારે ભારત તરફથી આ બચાવ કાર્યક્રમને ઉદારતાથી સ્પોન્સર કરી સુભાષની બાંગલાદેશથી ભારત ઘર વાપસી કરાવી છે. જેમાં ઇન્ડિયન, બાંગ્લાદેશ સરકાર, એમ્બેસી, પોલીસ, પશ્ચિમ બંગાળના SDPO નીલાંગી, બહરાઈચના DYSP રાજીવ સીસોદીયાએ પણ બાંગ્લાદેશથી UP ના એક ભારતીય મનો દિવ્યાંગનર સ્વદેશ પરત લાવવા 7 મહિના સુધી રોટરી કલબ સાથે મહત્વની ભૂમિકા અદા કરી હતી.