ગીર નેચરલ ક્લબ દ્વારા પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, ચકલીઓ માટે માળા પણ વહેંચવામાં આવ્યા | Watering troughs for birds were distributed by Gir Nature Club, nests for crickets were also distributed. | Times Of Ahmedabad

મહુવા (ભાવનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગીર નેચરલ ક્લબ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ તેમજ ચકલીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ સભ્યો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓની હાજરીમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1000થી પણ વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 500થી વધુ ચકલીઓ માટેના માળાઓ આપવામાં આવ્યા હતા. મહુવાના રાધે શ્યામ મંદિરની બાજુમાં જાહેર રોડ પર સ્ટોલ બનાવીને આ કુંડા તેમજ ચકલીના માળાનો વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં મહુવાની પબ્લિકે કુંડાના વિતરણમાં ભાગ લઈ નેચરલ ક્લબના તમામ સભ્યોના આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે આ ક્લબ દ્વારા આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આવનાર દિવસોમાં ચોમાસું તેમજ ઉનાળાની ગરમીના કારણે પક્ષીઓને પાણી માટે ઘણી બધી અગવડતાઓ પડતી હોય છે. તે માટે ગીર નેચરલ ક્લબ દ્વારા આવા કાર્યક્રમો કરાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post