કડી20 મિનિટ પહેલા
- કૉપી લિંક

કડી તાલુકાના ખાવડ ગામે પત્ની સાથે આડા સંબંધ રાખવાનું કહીને બે ઈસમોએ ગામના યુવક ઉપર હુમલો કર્યો હતો. જ્યાં યુવકને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

કડી તાલુકાના ખાવડ ગામે રહેતા નાગજીભાઈ ઠાકોર કે જેઓ ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ ગત રાત્રીએ તેમના ગામની અંદર આવેલા પાન પાર્લરની દુકાને મસાલો ખાવા માટે ગયા હતા, પરંતુ દુકાન બંધ હોય તેઓ બહાર ઉભા હતા. જે દરમિયાન તેમના જ ગામના સુનિલ ઠાકોર અને હરી ઠાકોર હાથમાં ધોકા અને પાઇપો લઈને આવી પહોંચ્યા હતા. બંને ઈસમોએ નાગજીને કહ્યું કે, તું મારી પત્ની સાથે આડા સંબંધો કેમ રાખે છે. જેવું કંઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં નાગજીએ કહ્યું કે, આ વાતમાં હું કંઈ જ જાણતો નથી.

કડીના ખાવડ ગામે પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે. તેમ કહીને યુવક ઉપર અપશબ્દો બોલીને ધોકા અને પાઇપો વડે હુમલો કર્યો હતો. જ્યાં યુવકે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને યુવકને મારમાંથી બચાવ્યો હતો. જ્યાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જ્યાં યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વધુ ઇજાઓ પહોંચતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા અને પગે ફ્રેક્ચર થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.