Friday, March 10, 2023

સરસ્વતી તાલુકાનાં કાંસા ગામે નારી સંમેલન યોજાયું, આંગણવાડીની બહેનોને પ્રમાણપત્ર અપાયું | Women's convention held at Kansa village of Saraswati taluka, certificates given to Anganwadi sisters | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અઘ્યક્ષસ્થાને સરસ્વતી તાલુકાના કાંસા ગામે નારી સંમેલન યોજાયું. “અમે નાના નાના બાલ” ગીત દ્વારા કાર્યક્રમની શરૂઆત આંગણવાડીના નાનાં નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો. નારી સંમેલનમાં દીકરી વધામણી કીટ, વહાલી દીકરીના મંજુરી હુકમ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા.

નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી. ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે રાજ્યમાં મહિલા સંશોધન કેન્દ્ર , મહિલા શક્તિ કેંદ્ર યોજના, વન સ્ટોપ સેન્ટર સખી યોજના (જેમાં પીડીત કિશોરીઓ/ મહીલાઓ તાત્કાલિક તબીબ સારવાર સલાહ/માર્ગદર્શન જેવી સેવાઓ આપવામાં આવે છે.), નારી અદાલતોની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

નારી સંમેલન કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, દેશનુ બંધારણ મહિલાઓને સ્વંત્રત જીવન જીવવાનો હક આપે છે. સરકાર દ્વારા મહિલા માટે સખી સ્ટોપ યોજના, નારી અદાલતો દ્વારા મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ લાવી રહી છે. શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, છૂટાછેડા, ભરણ પોષણ વગેરે બાબતે ડર્યા વગર મહિલાઓને તેમનાં માટેના કાયદાનો સદઉપયોગ કરીને નીડરતાપુર્વક જીવન જીવવું જોઈએ. પૂર્વ સદસ્ય મહિલા આયોગ, નવી દિલ્હી રાજુલબેન દેસાઈએ જણાવ્યું, કે “મહિલાઓ પોતાની દીકરીઓને સારું શિક્ષણ, સારા સંસ્કાર આપે અને દીકરીઓએ પણ વેજ્ઞાનિક અભિગમ અપનાવવાની સલાહ આપે.”

નારી સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પુર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ, નવી દિલ્હી રાજુલબેન દેસાઈ, ચેરમેન સેજલબેન દેસાઈ, ચેરમેન સેજલબેન, ICDS અધિકારી ગૌરીબેન સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, પૂર્વ સદસ્ય સોહનજી ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સરસ્વતી તાલુકા મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર, આંગણવાડી બહેનો, અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…