- Gujarati News
- Local
- Gujarat
- Anand
- A Giant Cell Tumor In The Jaw Of A Woman Was Successfully Operated On At Anand Hospital, A Disease That Affects Only One In 1 Million People Every Year.
આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક

આણંદમાં આવેલ નિષ્કા ઈ.એન. ટી.અને કેન્સર કેર હોસ્પિટલમાં તાજેતરમાં જવલ્લે જોવા મળતી જાયન્ટ ટ્યુમરની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.તારાપુર તાલુકાના 22 વર્ષીય મહિલાને પાંચ વર્ષથી જડબાના ભાગે ગાંઠ હતી.અનેક હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા પરંતુ સંતોષકારક નિદાન ન થતા આણંદની નિષ્કા ઇ.એન.ટી. અને કેન્સર કેર હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારી જવલ્લે જ જોવા મળે છે. અમેરિકન એસોસિએશન ઓફ ઓર્થોપેડિક પ્રમાણે વિશ્વમાં દર વર્ષે અંદાજે 10 લાખમાંથી ફક્ત એક વ્યક્તિમાં આ ગાંઠ જોવા મળે છે. જે મોટેભાગે પગ અને હાથના હાડકામાં જોવા મળે છે, પરંતુ આ ખૂબ જ અલગ પ્રકારનો કેસ હતો.જેમાં જડબાના ભાગે 6 x 5 સેન્ટિમીટર જેવડી મોટી ગાંઠ હતી.આ ગાંઠ આડઅસર એ હતી કે આ ગાંઠ થવાથી હાડકું ખવાતું જાય છે. આ ગાંઠનું ઓપરેશન કરવું ખૂબ જટિલ અને જોખમી હતુ.વળી આ ગાંઠની સર્જરી ના થાય તો ફેફસા સુધી તેની અસર થાતી હોય છે.
આ જોખમી પરિસ્થિતિ ધ્યાને લઈ આ મહિલાના જડબાના ભાગેથી ગાંઠને દૂર કરવા 11 વર્ષનો અનુભવ ધરાવતા ડો.મમતા લાંબાની સાથે ડો. મૈત્રી બાવીશી અને એનેસ્થેસિસ્ટ ડો.શીતલ આચાર્યની ટીમ દ્વારા પાંચ કલાક સુધી ઓપરેશન કરીને આ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી તેમજ, દર્દીની છાતીની ચામડી લઈને પ્લાસ્ટિક સર્જરી કરી દર્દીના જડબામાંથી ગાંઠને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ દર્દીની તબિયત સારી થઈ જતા તેને હોસ્પિટલેથી રજા આપવામાં આવતા હાલ જલ્દી તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, નિષ્કા ઇ. એન. ટી. અને કેન્સર કેર હોસ્પિટલ આણંદ ખાતે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જ્યાં કાન, ગળા, નાક અને તમામ પ્રકારના કેન્સરની સારવાર ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવે છે. અહીં આધુનિક ઓપરેશન થિયેટર સહિત નિષ્ણાંત ડોક્ટરોની ટીમ કાર્યરત છે.