વલસાડમાં WWF દ્વારા આજે સાયક્લોથોન યોજાઈ, મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા | Cyclothon organized by WWF in Valsad today, large number of environment lovers participated | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સાયક્લોથોન સર્કિટ હાઉસથી નીકળી તીથલ બીચ, સ્વામિનારાયણ મંદિર થઈ પરત સર્કિટ હાઉસ ખાતે સંપ્પન થઈ
  • આજના દિવસે રાત્રિના 8:30થી 9:30 સુધી બિનજરૂરી લાઈટ બંધ રાખવા લોકોને જાગૃત કરવામાં આવ્યા

વિશ્વભરમાં વસતા લોકો પૃથ્વીનું મહત્વ સમજી શકે અને તેના રક્ષણ માટે આગળ આવે અને પર્યાવરણનું સંતુલન જળવાય રહે તે માટે વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર (ડબલ્યુડબલ્યુએફ) દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવરની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજરોજ વલસાડમાં પણ સવારે પેડલ ફોર ધ પ્લેનેટના સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ રેસર્સ ગ્રુપના સભ્યો અને સાયકલ રસિકો મોટી સંખ્યામાં સાયકલ રનમાં જોડાયા હતા. રન દરમિયાન લોકોને વીજળી બચાવવા અંગે અને વીજળીનો દૂર ઉપયોગ થતો અટકાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

WWF ગુજરાતના સ્ટેટ હેડ મૌતિક દવેએ જણાવ્યું કે, અર્થ અવર 2023નો ઉદ્દેશ્ય લોકોમાં પૃથ્વી પ્રત્યે સંબંધ અને માલિકીની ભાવના કેળવવાનો તેમજ શહેરોને સામૂહિક અને ટકાઉ વિકાસ તરફ વળવા પ્રોત્સાહિત કરવાનો છે. પોલ્યુશનના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાથી આપણી રોજબરોજની જીવનશૈલીમાં સાઇકલિંગને અપનાવવું જરૂરી છે. HSBC (હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેંકિગ કોર્પોરેશન), BYCS ઇન્ડિયા ફાઉન્ડેશન અને EPAM સાથેની ભાગીદારીમાં પ્લેનેટ માટે પેડલ (સાયકલોથોન) નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રાષ્ટ્રપતિ ભવનથી માંડીને તમામ સ્થળોએ દેશભરમાં રાત્રે 8-30 થી 9-30 સુધી એક કલાક માટે બિનજરૂરી વીજળી વપરાશ બંધ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે પર્યાવરણની જાળવણી માટે વર્ષ 2007માં સિડનીથી કલાઈમેટ ચેન્જ માટે અર્થ અવર (પૃથ્વી માટે એક કલાક)ની સૌથી મોટી ઝુંબેશ વૈશ્વિક સ્તરે શરૂ થઈ હતી. જે 190થી વધુ દેશો અને પ્રદેશોમાં વ્યકિતઓ, સમુદાયો, વ્યવસાયો અને સંસ્થાઓને પર્યાવરણીય પગલા લેવા માટે પ્રેરિત કરે છે.

વલસાડ સહિત મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, ત્રિવેન્દ્રમ, કોચી, બેંગ્લોર, ગુવાહાટી, ભોપાલ, કોલકાતા અને ઉદયપુરમાં આજરોજ સાયક્લોથોન યોજાઇ હતી. વલસાડની સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ રેસર્સ ગ્રુપના તમામ સભ્યો, .સાયકલ ચલાવવાના શોખીનો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ સાયક્લોથોનમાં જોડાયા હતા. વલસાડ હાલર ચાર રસ્તા સર્કિટ હાઉસથી શરૂ થઈ તિથલ બીચ, સ્વામિનારાયણ મંદિરથી પરત સર્કિટ હાઉસ ઉપર સાયકલ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.

BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. ભૈરવી જોશીએ જણાવ્યું કે, આપણી પૃથ્વી ગંભીર આબોહવાનો સામનો કરી રહી છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં શહેરોની હવામાં શ્વાસ લેવુ જીવન માટે ખતરો બની ગયો છે. રોજ આપણે ઘણા બધા વાહનોના ઉત્સર્જનના સંપર્કમાં આવીએ છીએ. શહેરોની આદતો અને જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. સાયકલ ચલાવવાની આદતને લોકોએ અપનાવવી જોઈએ. સાયકલ ચલાવવું એ માત્ર પરિવહનનું સાધન નથી, તે પરિવર્તનનું સાધન છે. રોજિંદા જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરવાથી શારીરિક, માનસિક અને પર્યાવરણીય સ્વાસ્થ્યના પડકારોનો સંભવિત ઉકેલ લાવી શકીએ છે. જેથી રોજ સાઇકલ ચલાવવા માટે તેમણે આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post