- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- A Young Man Died After Taking A Bath In Dhuleti Rami Ajidem, The Girl Was Strangled To Death When Her Mother Told Her To Read While Leaving Her Mobile Phone.
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો
રાજકોટમાં ધુળેટીના પર્વ પર નદીમાં ન્હાવા પડેલા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવાનોના પરિવારમાં જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે ધૂળેટી રમ્યા બાદ એક યુવક આજીડેમમાં ન્હાવા પડ્યો હતો. અને ડુબી ગયો હતો. જેને પગલે સ્થાનિકોએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. પોલીસ ફાયર બ્રિગેડના કાફલા સાથે આજીડેમમાં પહોંચી હતી અને મૃતદેહને રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
માતાએ મોબાઈલ મૂકી વાંચવાનું કહેતા યુવતીએ ગળેફાંસો ખાધો
રાજકોટમાં વધુ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. માતાએ મોબાઈલ મૂકી વાંચવાનું કહેતા 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થિની વિશ્વા પુનાભાઈ ખાંડેરખાએ આપઘાત કરી લીધો છે. ધુળેટીના પર્વે જ આવો બનાવના બનતા આહિર પરિવારમાં શોક છવાયો છે.
દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો
મળતી વિગત મુજબ શહેરના સહકારનગરમાં દામજી મેપા પ્લોટમાં રહેતી વિશ્વા આજે સવારે 9.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી અને મોબાઈલ લઈ બેઠી હતી ત્યારે તેના માતા ભારતીબેને પરીક્ષા નજીક છે મોબાઈલ મૂકી વાંચવા બેસી જા તેમ કહીં મોબાઈલ લઈ લીધો હતો. આ વાતનું લાગી આવતા વિશ્વા પોતાના રૂમમાં જતી રહી હતી અને દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો.
કંઈક અજુગતું થયાનો ભાસ થયો
થોડીવાર બાદ તેના નાનાભાઈ રક્ષિતને કંઈક અજુગતું થયાનો ભાસ થતા તેણે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ વિશ્વાએ કંઈ જવાબ ન આપતા રક્ષિતે માતાને જાણ કરી હતી. ન થવાનું થયું હોવાની ચિંતાએ પરિવારજનોએ દરવાજો તોડી જોતા વિશ્વાએ હુક સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તુરંત તેને નીચે ઉતારી 108ને જાણ કરતા 108ના ઇએમટી ડોક્ટરે તપાસે વિશ્વાને સ્થળ પર જ મૃત જાહેર કરી હતી.
પિતા ડ્રાઇવિંગ કરે છે
વિશ્વા કણસાગરા કોલેજમાંઅભ્યાસ કરતી હતી. આજે સવારે ગળાફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. વિશ્વા એક ભાઈ એક બેનમાં મોટી હતી. તેના પિતા પુનાભાઈ ડ્રાઇવિંગ કરે છે. એકની એક દીકરીએ આવું પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.