- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Young Man Named Mohammad Sohail Of Surat Is Being Interrogated For His Alleged Involvement With Gajwa e Hind Terrorist Activities.
સુરત4 મિનિટ પહેલા
- કૉપી લિંક
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવતી હોય છે. આતંકવાદી સંગઠન કે અન્ય એવા સંગઠનો કે જેમના ઉપર દેશ વિરોધી ગતિવિધિઓ કરવામાં આવતી હોય તેને ઝડપી પાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગજવા એ હિન્દ નામના સંગઠન ઉપર નજર રાખતા દેશ વિરોધી આતંકી પ્રવૃત્તિઓ કરતા હોવાની આશંકના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતમાં યુવકની પૂછપરછ
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા સુરત સહિત ગુજરાતના અન્ય જિલ્લાના કેટલાક યુવકોની પૂછતા જ કરવામાં આવી રહી છે. મહંમદ સોહેલ નામના યુવકની ગજવા એ હિન્દ સંગઠન સાથે સંપર્ક હોવાનું જણાય આવતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીક થઈ છે. એના એની ટીમ દ્વારા મહંમદ સોહેલની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટીગેશન એજન્સીને શંકા છે કે મહંમદ સોહેલ દેશવિરોધી ગતિવિધિઓમાં જોડાયેલો છે. મહંમદ સોહેલ સુરતના મુગલીસરા વિસ્તારનો રહેવાસી છે.
અગાઉ પણ અન્ય યુવાનોની પૂછપરછ થઈ ચૂકી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ કેટલાક યુવકોની તપાસ કરી હતી. યુવકો સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો અન્ય કોઈ રીતે આવા આતંકી સંગઠનનો સાથે સંપર્ક કરતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં તેઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરવા માટે પણ પોસ્ટ કરતા હોય છે આવી તમામ બાબતો ઉપર એનઆઇએ ખૂબ જ ઝીણવટ ભરીને જ રાખતી હોય છે. સુરતના મુગલીસરા વિસ્તારમાં રહેતા મહમદ સોહેલની તેમણે કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા હતા. જોકે મહંમદ સોહીલની માત્ર પુષ્પ જ કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી નથી.