- Gujarati News
- Local
- Gujarat
- Bhavnagar
- On The Initiative Of A Member Of The District Education Committee, A Program Will Be Held Tomorrow For The First Time In Government Primary Schools Of Palitana City.
ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યની અનોખી પહેલથી સૌપ્રથમવાર પાલિતાણા શહેરની સરકારી પ્રાથમિક શાળાઓનો સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ રોડ પાસે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળાના મેદાનમાં તા. 24 માર્ચને શુક્રવારના રોજ રાત્રે 8:00 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

શહેરની 10 સરકારી શાળાઓ સહભાગી થશે
સરકારી પ્રાથમિક શાળાઓની સર્જનાત્મકતા અભિવ્યક્તિને ખીલવવા પાલીતાણા શહેર માટે સૌપ્રથમવાર આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં શહેરની 10 સરકારી શાળાઓ સહભાગી થઈને રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. સાથો સાથ પ્રતિભાશાળી બાળકોનું અભિવાદન અને શહેરની શાળામાં નિવૃત્ત ગુરુજનોનું અભિવાદનનું પણ આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય પ્રદેશ ઊપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના વરદ હસ્તે થશે. તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, પાલિતાણાના નગરપાલિકા પ્રમુખ શીલાબેન શેઠ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન મુન્નાભાઈની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આમ સૌ નગરજનોએ આ કાર્યક્રમને નિહાળવા અને વિદ્યાર્થિઓને પ્રોત્સાહન આપવા પધારવા અનુરોધ છે. સમગ્ર કાર્યક્રમ માટે નગરપાલિકા પાલિતાણાનાનો આર્થિક સહયોગ સાંપડ્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરકારી શાળાના આચારઓ તથા શિક્ષકગણ વિદ્યાર્થીઓ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.