સ્કૂલોમાં બાલવાટીકા શરૂ કરાશે, 1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારને બાલવાટીકામાં મૂકી શકાશે | Balwatika will be started in schools, those who complete 5 years on June 1 can be placed in Balwatika | Times Of Ahmedabad

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે ત્યારે 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે હવે રાજ્યમાં બાલવાટીકા શરૂ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.પ્રાથમિક સ્કૂલોમાં બાલવાટીકા શરૂ કરવામાં આવશે.1 જૂને 5 વર્ષ ઉંમર પૂર્ણ હશે તેમને બાલવાટીકામાં એડમિશન આપવામાં આવશે.

નવી શિક્ષણ નીતિનો અમલ શરુ
નવી શિક્ષણ નીતિ અનુસાર શાળાકીય માળખું 5+3+3+4 નું રહેશે. 3 વર્ષથી વધુ ઉંમરના બાળકના 2 વર્ષ આંગણવાડી કે પૂર્વ પ્રાથમિકમાં રહેશે,1 વર્ષ બાલવાટીકામાં અને ધોરણ-1 તથા 2 તે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગણાશે, ધોરણ 3 થી 5 પ્રારંભિક શિક્ષણ, ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને 9 થી 12 માધ્યમિક શિક્ષણ રહેશે.

1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનારને બાલવાટીકામાં પ્રવેશ
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 2023-24થી બાલવાટીકાના વર્ગો શરૂ કરવાના રહેશે. ખાનગી સ્કૂલોમાં પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ અધ્યનનો પાયો મુજબ 3 વર્ષ માટેની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.1 જૂને 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ બાલવાટીકામાં પ્રવેશ આપવામાં આવશે.1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. બાલવાટીકામાં PTC ડિપ્લોમા બીએડને શિક્ષક તરીકે નિમણુક કરાશે.

Previous Post Next Post