Friday, April 21, 2023

બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન, 11 જુલાઈએ પરિણામ જાહેર થશે | Polling for Botad Marketing Yard election on July 10, result declared on July 11 | Times Of Ahmedabad

બોટાદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ટર્મ આશરે 1 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયેલ હોય 1 વર્ષ માટે ચાલુ બોર્ડને એક્સટેન્શન આપવામાં આવેલ હતું. જે સમય મર્યાદા પણ પૂર્ણ થયેલ હોય જેના કારણે રજિસ્ટર અધિકારી દ્રારા બોટાદ માર્કેટિંગ યાર્ડનો ચાર્જ સંભાળ્યો હતો. જેને લઈ રાજકીય આગેવોનો તેમજ સહકારી આગેવાનો બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની રાહ જોઈ બેઠા હતા તેનો અંત આવ્યો છે.

બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલ તારીખ મુજબ 27 જૂનના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે, તો 28 જૂન ના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી ની કામગીરી હાથ ધરાશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા 3 જુલાઈની તારીખ જાહેર કરવામાં આવી છે. તો મતદાન માટે 10 જુલાઈ અને મતગણતરી માટે 11 જુલાઈ જાહેર કરવામાં આવી છે.

બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકો, વેપારી વિભાગમાં 4 બેઠકો અને સહકારી ખરીદ વેચાણ વિભાગમાંથી 2 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે મતદાન યોજાશે.

બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર બોટાદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઉતારી શકે છે. ત્યારે હાલ તો તમામ રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનોની નજર યાર્ડની ચૂંટણી પર છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: