- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- A Crime Has Been Registered Against Talati Of Bhamar Village In Savarkundla, Complaint Of Embezzlement Of More Than 38 Lakhs.
અમરેલી37 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાવરકુંડલાના ભમર ગામના તલાટી કમ મંત્રી સામે ઉચાપતનો ગુનો નોંધાયો છે. પૂર્વ કારોબારી ચેરમેનની લેખિત ફરીયાદને આધારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ફલિત થતા મદદનીશ ઇજનેર સિંચાઇ વિભાગ હડિયાએ તલાટી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
ભમર ગામના તલાટી કમ મંત્રી અને ઇન્ચાર્જ વણોટ ચીખલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા સરફરાજ સામે ઉચાપતનો ગુનો નોંધાયો છે. જેણે સપ્ટેમ્બર 2020થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન 3 ગ્રામ પંચાયતના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી રૂ. 38 લાખ 58 હજારની ઉચાપત કરી હતી. તલાટી કમ મંત્રીના વિરોધમાં ફરીયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્વભંડોળ નાણાપંચ ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ અને ગ્રામ પંચાયત બેંક ખાતામાંથી અલગ અલગ સમયે રકમ ઉપાડી હતી. ભમર ગ્રામ પંચાયતના રૂપિયા 15,03,000 વણોટ ગ્રામ પંચાયતના 10,00000 રૂપિયા અને ચીખલી ગ્રામપંચાયતના 13,55,000 કુલ મળી રૂપિયા 38,58,000 રૂપિયાની તલાટી દ્વારા ઊંચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.