નવનિયુક્ત કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગના 10 કેસોની સુનાવણી, 2 કેસમાં FIR નોંધવાનો નિર્ણય | 10 land grabbing cases heard under the chairmanship of newly appointed collector, police complaint not decided in any case | Times Of Ahmedabad

રાજકોટ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આજે નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પ્રથમ લેન્ડગ્રેબીંગની બેઠક મળી હતી. આ બેઠકમાં 10 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં 10 કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી અડધોઅડધ 5 કેસો ડ્રોપ કરવામાં આવ્યા હતાં. તેમજ 3 કેસો પેન્ડિંગ રાખી દેવામાં આવ્યા છે.

5 અરજીઓ પેન્ડિંગ, 3 અરજીઓ મુદ્દે તપાસ
આ બેઠકમાં એડીશ્નલ કલેકટર ખાચર, પ્રાંત અધિકારી ચૌધરી, સંદિપ વર્મા સુથાર ઉપરાંત જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ, અને તાલુકા મામલતદારો ઉપસ્થિત રહ્યા હતાં. અને જુદા-જુદા 10 કેસો અંગે કલેક્ટર પ્રભવ જોશી સાથે વિગતવાર ચર્ચાઓ કરી હતી. જોકે આ પૈકી 5 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે 3 અરજીઓ મુદ્દે પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે અંગેનો વિસ્તૃત તપાસ બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને 2 કેસમાં પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય કરાયો છે.

કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ બેઠક
ઉલ્લેખનીય છે કે, સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલ્કતો પચાવી પાડનારા સામે કાયદાનો સકજો કસવા માટે લેન્ડગ્રેબીંગનો કાયદો રાજય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ માટે આવેલી અરજીઓ મુદ્દે ચર્ચા કર્યા બાદ જ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવે છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં અનેક લેન્ડગ્રેબિંગ અંગેની ફરિયાદો નોંધાઈ ચુકી છે. ઘણા કેસમાં વર્ષોથી હેરાન થતા અરજદારોની મુશ્કેલીઓ દૂર પણ થઈ ચૂકી છે. જ્યારે કેટલાક કેસોમાં પોલીસ તપાસ ચાલી રહી છે.

Previous Post Next Post