અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના નારાજ નિવૃત્ત શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા | Disgruntled retired teachers of Ahmedabad Municipal School Board knocked the doors of Gujarat High Court | Times Of Ahmedabad

41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના રિટાયર્ડ આસિસ્ટન્ટ ટીચર્સ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. આ શિક્ષકોએ મ્યુનિસિપલ અંતર્ગત આવતી શાળાઓમાં 30 વર્ષથી વધુ સમય નોકરી કરીને રિટાયર્ડ થયા છે. બેથી ત્રણ વર્ષ રિટાયરમેન્ટને થયા હોવા છતાં તેમને મળવા પાત્ર લાભ નહીં મળ્યાનો તેમનો દાવો છે.

એડવોકેટ ડી.જી.શુક્લાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા રિટાયર્ડ શિક્ષકોને મળવા પાત્ર બોનસ, ગ્રેચ્યુઇટી , પેન્શન વગેરે સાતમા પગાર પંચ પ્રમાણે મળ્યા નથી. આથી તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે.

જસ્ટિસ મોના ભટ્ટની કોર્ટમાં આવી 21 પિટિશન દાખલ થઈ છે. હાઇકોર્ટે આ મુદ્દે AMC, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, ડાયરેક્ટર પ્રાથમિક એજ્યુકેશનને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમને નોટિસ પાઠવવામાં આવી છે.આગામી સમયમાં ચુકવણી અંગે સુનાવણી શરૂ થશે.

Previous Post Next Post