- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In The Checking Of The Food Department, 10 Traders Were Caught Operating Without Food License, Samples Of Shikhand, Gola And Sharbat Were Taken.
રાજકોટ24 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રેલનગર મેઇન રોડથી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 વેપારીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાધ્ય ચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જયારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 3 નમૂના લેવામાં આવ્યા હત. જેમાં રાજભોગ શિખંડ, આઈસ ગોલાનું બટર સ્કોચ ફ્લેવર સીરપ અને મધુપ્રાસ સરબતના નમૂના લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ પોર્ટલનું લોકાર્પણ કર્યું
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે ઇમપિરિયલ પેલેસ હોટલ ખાતેથી તેમણે હેન્ડલુમ અને હેંડીક્રાફ્ટને પ્રોત્સાહન આપતા indiahandmade. com પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. આ એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે. જેના માધ્યમથી ભારતમાં બનતા વિવિધ હસ્તકલાનાં ઉત્પાદનોને વિશ્વમાં પહોંચાડવામાં મોટી મદદ મળશે. આ પ્લેટફોર્મ દ્વારા સ્થાનિક વણકર, કારીગરો અને તેના સમુદાયને મોટો ટેકો મળશે. આ પોર્ટલમાં કારીગરો, વણકર અને તેમની હસ્તકલાને દર્શાવવા માટે એક ખાસ વિભાગ પણ રાખવામાં આવ્યો છે.

વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે
indiahandmade.comમાં કપડાં, દાગીના, ઘરની સજાવટ અને એસેસરીઝ સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉત્પાદનોને કુશળ કારીગરો અને વણકરો દ્વારા પરંપરાગત તકનીકો અને સામગ્રીનો ઉપયોગ કરી કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. સાથે આ પોર્ટલ પર મુકવામાં આવતા તમામ ઉત્પાદનોમાં કુદરતી અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સમાન હસ્તકલા અને હેંડીક્રાફ્ટને વિશ્વભરમાં પહોંચાડી તેનો વ્યાપ વધારવામાં મદદ મળશે.

મુખ્યમંત્રી પટેલે વહીવટી કામોની સમિક્ષા કરી
રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરના સર્કીટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટના મહત્વના પ્રોજેકટસ અને વહીવટી કામોની સમિક્ષા કરી હતી. સાથોસાથ શહેરના વિકાસને નવી દિશા આપતા એઈમ્સ અને આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની કામગીરીનો રિપોર્ટ લીધો હતો. અને કામગીરી વધુ સારી રીતે કરવા માટે જરૂરી સૂચનાઓ પણ તેમના દ્વારા આપવામાં આવી હતી.