Saturday, April 22, 2023

પાટણમાં આયોજિત શિવકથાની યજમાન પરિવારોના નિવાસ સ્થાનેથી ભક્તિ સભર માહોલમાં પોથીયાત્રા નિકળી | Potiyatra started from the residence of the host families of Shiv Katha held in Patan in Bhakti Sabhar atmosphere. | Times Of Ahmedabad

પાટણ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના શ્રી કાળ ભૈરવ ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ ની પવિત્ર ધરા પર ઇન્ટર નેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુની શું મધુર વાણીએ શિવ કથા નો શનિવાર ને અખાત્રીજના પવિત્ર દિવસે ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોજનોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ શિવ કથા ના પ્રારંભ પૂર્વે શિવકથાના યજમાન પરિવાર અશ્વિનકુમાર શંકરલાલ પટેલ (દાઢી) ના નિવાસ સ્થાનેથી ભક્તિમય માહોલ વચ્ચે પરમ પૂજ્ય શિવકથાકાર ડો.લંકેશ બાપુના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા પ્રસ્થાન પામી હતી. જે પોથીયાત્રામાં શણગારેલીઓ બગીઓ અને ડીજે બેન્ડ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ જોડાયો હતો અને પોથીયાત્રા ના દ્વિતીય યજમાન પરિવાર સ્વર્ગસ્થ દિલીપભાઈ નાનજીભાઈ નથુભાઈ પટવા પરિવારના લક્ષ્મીનગર ખાતે ના નિવાસ્થાને પહોંચી હતી. જ્યાં પોથી યાત્રાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.અને ત્યાંથી પોથીયાત્રા પ્રસ્થાન પામીને પાંજરાપોળ ની પવિત્ર ધરા પર કે જ્યાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળ પર પહોંચતા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે પોથીયાત્રાના વધામણા કરી પોથીયાત્રાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ ની ઉપસ્થિતિમાં યજમાન પરિવારો દ્વારા પૂજા, અર્ચના સાથે આરતી કરી પૂજ્ય ડો. લંકેશ બાપુ ની અમૃતવાણી એ શિવ કથા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ ખાતે અખાત્રીજ ના પવિત્ર દિવસથી શુભારંભ થયેલી ભવ્યાતિ ભવ્ય શિવ કથા ના આયોજનને સફળ બનાવવા વિવિધ સેવાકીય​​​​​​​, સામાજિક સંસ્થાઓના સેવાભાવી યુવા કાર્યકર્તાઓ દ્વારા કથા શ્રવણ કરવા આવેલા તમામ ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુંદર વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવતા કથાનું રસપાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ​​​​​​​એ શિવ કથા ના આયોજનને તેમજ શિવ કથા ના આયોજકો એવા યજમાન પરિવારો ના ધાર્મિક કાર્યની મુક્ત મને પ્રશંસાઓ સાથે કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે…